________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૨૧
તટવર્તી પ્રદેશ)ની કષ્ટબહુલ સ્થિતિનું વર્ણન છે. તેમના પરવર્તી વ્યાખ્યાકારોએ લખ્યું છે કે “કલેક્કોટ્સત્ તડુ' નામક ગ્રંથ ઉક્ત જૈન કવિની રચના છે, કેટલાક વિદ્વાનોનો મત છે કે તે ગ્રંથ નિઘંટુ (શબ્દકોશ) રહ્યો હશે. તેમના જૈનત્વને સૂચિત કરવા માટે જ, તેમના નામની પહેલાં “નિગષ્ટનું” (નિગષ્ઠ<નિર્ઝન્થ)નો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંભવતઃ તેઓ દિગંબર મુનિ હશે. નિઘંટના રચયિતા હોવાને કારણે, તેમના નામની પહેલાં “નિગષ્ટનું” (નિઘંટુકર્તા)નું વિશેષણ લગાવવામાં આવ્યું છે, એવો પણ કેટલાક શોધકર્તાઓનો મત છે. છતાં પણ, લક્ષણગ્રંથ, વ્યાકરણ તથા કોશ-નિઘંટુ વગેરે ગ્રંથોની રચના દ્વારા જૈન વિદ્વાનોએ ભારતીય સાહિત્ય તથા ભાષાઓની જે અનુપમ સેવા કરી છે, તેનું ભારતના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંઘકાલનો નિર્ણય
અધિકાંશ સંઘ સાહિત્ય ત્રીજા સંઘનું જ મળે છે. આથી “સંઘકાલ” તથા “સંઘ સાહિત્ય' શબ્દો અંતિમ અર્થાત્ ત્રીજા સંઘના નિર્દેશક છે. સાધારણપણે પલ્લવોના આગમનની પહેલાંનો સમય સંઘકાલ માની શકાય. ઈ.તૃતીય સદીના મધ્યમાં પલ્લવોનો સંપર્ક તામિલનાડુના કાંચીપુરમાં વધવા લાગ્યો.
ઈતિહાસવેત્તાઓના મતાનુસાર ઈ.ચોથી સદીના અંતે પાટલીપુરનો ધ્વંસ થયો. પાટલીપુરની સમૃદ્ધિ અને નંદો દ્વારા ત્યાં ભૂગર્ભમાં સુરક્ષિત કરવામાં આવેલી ધનરાશિઓની ચર્ચા તથા સોન (શોણ) નદીના તટ પર તે નગરીના અવસ્થિત હોવાની વાત સંઘકાલીન પદ્યોમાં મળી છે. તેનાથી જાણ થાય છે કે પાટલીપુરના ધ્વસની પહેલાંનો કાળ સંઘકાલ હતો.
યૂનાન અને રૂસના યાત્રીઓએ ઈ.પ્રથમ અને બીજી સદીઓની પોતાની ભારતયાત્રાના સંસ્મરણોમાં તામિલનાડુના વાણિજ્ય-વ્યવસાય તથા આચાર-વિચારનું જે આંખે દેખું વર્ણન કર્યું છે, તે સંઘ-પદ્યો સાથે અધિક સામ્ય ધરાવે છે. આથી સંઘકાલનો સમય હજી પણ વધુ પહેલાંનો માની શકાય છે.
શિલપ્પધિકારમૂના વંચિ કાષ્ઠમાં ઉલ્લેખ છે કે સિંહલ-નરેશ કયવાહુએ ચેરનરેશ ચંગુઠુવન દ્વારા આયોજિત સતી દેવી કણકીની મૂર્તિ-પ્રતિષ્ઠાના ઉત્સવમાં ભાગ લીધો હતો. શિલપ્પધિકારમ્ (તામિલ મહાકાવ્યોના રચયિતા ઇલંગો અડિગન્ના મુખ્ય કાવ્યપાત્ર ચેરનરેશ ચંગુઢ઼વનના નાના ભાઈ હતા અને તેઓ સ્વયં ૧. અહનાનૂરુ પદ્ય-સં. ૨૦૫ અને કુરુત્તોકે, પદ્ય સં. ૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org