________________
૧૧૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
આ જ રીતે એમ પણ કહેવામાં આવે છે કે “પાણિનિના સૂત્ર “ટૂડિતમ્ પમ્'નો અનુવાદ તોલકાપ્પિયરે પેયર્ (સંજ્ઞા) અને વિનૈ (ક્રિયા) રૂપે કર્યો છે.” સંજ્ઞા અને ક્રિયાનું વિભાજન બધી ભાષાઓમાં સામાન્ય વાત છે. આથી પાણિનિ અને પતંજલિના મંતવ્યોનો નિર્દેશ તોલકાપ્પિયમમાં અહીં-તહીં હોવાથી જ, આ ગ્રંથની મૌલિકતા પર સંદેહ ક્યારેય કરી શકાય નહીં. ઇલકણમ્
“ઇલક્કણમ્' શબ્દ તામિલમાં વ્યાકરણના અર્થમાં પ્રયુક્ત થાય છે. આ શબ્દ “લક્ષણ”નો અપભ્રંશ જણાય છે. વરરુચિ અને પતંજલિ બંનેએ પોતાના ગ્રંથોમાં લક્ષણ શબ્દનો પ્રયોગ વ્યાકરણના અર્થમાં કર્યો છે. એટલા માટે તેમના સમયની પહેલાંથી જ “લક્ષણ” શબ્દનું પ્રચલન રહ્યું હશે. તોલકાપ્પિયમુના સૂત્રોમાં વરરુચિના પૂર્વવર્તી વૈયાકરણોના મતનું અનુકરણ જોવા મળે છે; આથી તે ગ્રંથને વરરુચિના સમયની પહેલાંનો માનવો ઉચિત થશે.
તોલકાપ્પિયમના “મવૈ રુપાતા...'વાળા સૂત્રમાં બત્રીસ (૩૨) વ્યભિચારી ભાવોનો ઉલ્લેખ છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં તેત્રીસ (૩૩) વ્યભિચારી ભાવ નિર્દિષ્ટ છે. કાવ્યપ્રકાશમાં પણ ૩૩ જ વ્યભિચારી ભાવ કહેવામાં આવ્યા છે. આ જ રીતે, “મેયુપ્પાડુ” (રસ)ના આઠ ભેદ તોલકાપ્પિયમમાં બતાવવામાં આવ્યા છે, જયારે સંસ્કૃત ગ્રંથોમાં નવ રસોનું વિધાન થયું છે. અવસ્થા કે દશા વિષયમાં પણ થોડો મતભેદ જોવા મળે છે. આ બધા તથ્યોથી, એમ અનુમાન કરવું ઉચિત થશે કે આચાર્ય ભરતની પહેલાંથી જ આ મતભેદ ચાલી આવતો હતો, જે તત્કાલીન કેટલાક વિદ્વાનોમાં સ્વકૃત પણ હતો. આ ક્રમે, તોલકાપ્પિયને જે અંશ ગમ્યો, તેને અપનાવી લીધો.
ભરતમુનિએ સાત સમૃદ્ધ ભાષાઓમાં એકનું નામ “દાક્ષિણાત્યા” બતાવ્યું છે. તે ચોક્કસ તામિલ ભાષા જ હોવી જોઈએ. કેમકે, તામિલમાં નાટ્યધર્મ, લોકધર્મ, રસ, છંદ, રાગ તથા અભિનય વગેરે વિશે પ્રાચીન કાળથી જ સ્વતંત્ર સંશોધન થતું આવ્યું હતું. આ બધી વાતોને નજરમાં રાખીને જ આચાર્ય ભરતે તામિલનો ઉલ્લેખ કર્યો હશે.
પ્રાચીન કાળમાં અનુસંધાનપૂર્વક સાહિત્યમાં જે નિષ્કર્ષ કે તથ્ય સામે આવ્યા તેમાંથી અનેક તોલકાપ્પિયમુમાં મળે છે, જ્યારે તેમનો ઉલ્લેખ અન્યત્ર અનુપલબ્ધ છે. ઉદાહરણ તરીકે “ઇલ%ણમ્' (લક્ષણ) શબ્દ વ્યાકરણના અર્થમાં પહેલાં પ્રયુક્ત થયો હતો, પરંતુ કાળાંતરે તેનું અલંકારમાં અર્થાતર થઈ ગયું. તેનું મૂળ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org