________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૦૫
મતમાં (જૈનધર્મમાં) સ્વીકૃત છે. આથી “આરંભવીરનો ઉલ્લેખ એક જૈનાચાર્ય રૂપે થયો છે.
રાજા સોમારન્ જરૈયનના કાળમાં જૈનધર્મની પ્રભાવના કરનાર ભટ્ટારકોના જીવનનિર્વાહ માટે કરવામાં આવેલી વ્યવસ્થાની ખબર કલુગુમલૈ (ગધ્રપર્વત)ના શિલાલેખોથી પડે છે. ઈ.સ.૮૯૩ના એક શિલાલેખથી આ પ્રકારના ધર્મપ્રચારક વિનયસેન સિદ્ધાંત ભટ્ટારક તથા તેમના શિષ્ય કનકસેન સિદ્ધાંત ભટ્ટારક વિષયમાં જાણકારી મળે છે. આ જ રીતે બીજા શિલાલેખથી રાજા આદિત્યના સમકાલીન ગુણકીર્તિ ભટ્ટારક અને તેમના શિષ્ય કનકવીરકકુરત્તિયરૂની જાણકારી મળે છે. ચોલોના કાળમાં
પૂર્વોક્ત બંને જૈનાચાર્ય ચોલ-શાસન કાળના હતા. ચોલાધીશ પરાંતકર્-૧ના સમય (ઈ.સ.૯૪પ)ના એક શિલાલેખમાં જૈનાચાર્ય વિનભાસુરગુરુ અને તેમના શિષ્ય વર્ધમાન પેરિય અડિગળુ (પરમાચાય)નો ઉલ્લેખ છે. સત્યવાક નામક ગંગનરેશ વળિળગિરિ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યાં કેટલાક શ્રમણોની પ્રસ્તરમૂર્તિઓ છે. ત્યાંના શિલાલેખો દ્વારા બાલચંદર ભટ્ટારરૂ, ગોવર્ધન ભટ્ટારરૂ, શ્રી બાણરાયના ગુરુ ભવનંદી (ભવણનંદી) ભટ્ટાર અને તેમના શિષ્ય દેવસેન ભટ્ટાર વગેરેની જાણકારી મળે છે. પૂર્વોક્ત આચાર્ય ભવનંદીને જ અર્વાચીન તામિલ વ્યાકરણ-ગ્રંથ “નકૂલ'ના રચયિતા કહેવામાં આવે છે. પરંતુ નકૂલ-લેખક ભવનંદી રાજા ચીયગંગનું (સિંહ ગંગ)ના સમકાલીન હતા અને તેમણે તે જ નરેશ માટે નકૂલ-ગ્રંથ રચ્યો હતો. પૂર્વોક્ત શિલાલેખથી એવું કોઈ પ્રમાણ નથી મળતું કે તેઓ શ્રી બાણરાયરૂના ગુરુ હતા.
મલૈય કોયિલું (જૈન મંદિરોમાં આચાર્ય ગુણસેન રહેતા હતા, તે વાત પુટુક્કોટ્ટ શિલાલેખ-૪માં ઉલિખિત છે. ચિત્તણવાયલું (પદુકોટ્ટનું નિકટવર્તી જૈન ગુફામંદિર)ના પ્રાચીન શિલાલેખોમાં “તોળુ કુરતુ કડવુળનું (પૂજય શિખરવર્તી ભગવાન તીર્થંકર કે જૈનમુનિ), નીલમ્ તિરુપૂરણનું (શ્રીપૂર્ણ), તિ ચરણનું
૧. S.T.I.Vol.V. ૨. I. M.P (Salem) 74. ૩. s. I.I. Vol. II p. 92 . અને M. P (Arkat) 74. ૪. I. M. P. (North Arkat) 216. ૫. E.I.Vol.IV. p. 140.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org