SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય આ નાટકની રચના ભગવાન શાન્તિનાથના જન્મકલ્યાણકના પૂજામહોત્સવના દિવસે ભજવવા માટે કરવામાં આવી હતી. રમ્ભામંજરી આ એક સટ્ટક છે. તે અપૂર્ણ છે. તેની કેવળ ત્રણ જ યવનિકાઓ મળે છે. તેને હસ્તલિખિત અને મુદ્રિત પ્રતિઓમાં ભૂલથી નાટિકા કહેવામાં આવેલ છે, ‘સમાતા રમ્યામંનરી નાટિા'. લેખકે તો નટ અને સૂત્રધારના માધ્યમથી તેને સટ્ટક જ કહેલ છે. ૫૯૯ આનું કથાનક લઘુ છે. તે અનુસાર બનારસનો રાજા પંગુ ઉપનામધારી જૈત્રચન્દ્ર યા જયચન્દ્ર સાત સાત રાણીઓ હોવા છતાં પોતાને ચક્રવર્તી સિદ્ધ કરવા માટે લાટનરેશ દેવરાજની પુત્રી રમ્મા સાથે લગ્ન કરે છે. આ સટ્ટક વિશ્વનાથની યાત્રામાં એકઠા થયેલા લોકોના મનોરંજન માટે રાજાની ઈચ્છાથી ભજવવા માટે રચાયું હતું. તેમાં ચૈત્રસિંહના પિતાનું નામ મલ્લદેવ અને માતાનું નામ ચંદ્રલેખા લખ્યું છે. લેખક નયચન્દ્રે આ કથાનકને ક્યાંકથી લીધું હોવાના સંકેતો એકથી વધુ વાર આપ્યા છે. આના પહેલાં જૈત્રચન્દ્રનું કંઈક વર્ણન પ્રબન્ધચિન્તામણિ, પુરાતનપ્રબન્ધસંગ્રહ અને પ્રબન્ધકોશમાં મળે છે. તે ગ્રન્થોમાં તેને વારાણસીનો રાજા તો કહ્યો છે પરંતુ તેના પિતાના નામ અંગે મđક્ય નથી. તેની સાત રાણીઓ અને આઠમી રમ્માના વિશે પ્રબન્ધોમાં કોઈ ઉલ્લેખ નથી. રાજાનું ઉપનામ ‘પંગુ’ યા ‘પંગુલ’ હતું એ વાત તો પ્રબન્ધોમાં પણ મળે છે અને તેની જે વ્યાખ્યા ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૯; રામચન્દ્ર શાસ્ત્રી અને બી. કેવલદાસે નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી ઈ.સ.૧૮૮૯માં આને પ્રકાશિત કરેલ છે. આ સટ્ટકની યવનિકાઓની વિષયવસ્તુ માટે જુઓ – ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૬૩૩; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ. ૪૨૬-૩૧; ડૉ. આ. ને. ઉપાધ્યે, ‘નયચન્દ્ર ઔર ઉનકા ગ્રન્થ રમ્યામંજરી', પ્રેમી અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૪૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy