________________
૫૯૮
દ્વારા પ્રદત્ત ધનુષ તોડવામાં સફળતા પ્રાપ્ત કરનાર વરની સાથે વિવાહ કરાવી દેવાનું વચન તે પાળે છે. પરંતુ કવિવર હસ્તિમલ્લે નાટકીય અભિનયને યોગ્ય ઉક્ત ઘટનાઓને પસંદ ન કરીને પ્રારંભથી જ રામ-સીતાના પ્રેમવ્યાપાર ઉપર જ નાટકને આશ્રિત કર્યું છે. નાટકકાર નાયકનાયિકાના મિલનને કેટલીય વાર દેખાડીને ઉદીપન ભાવોનું ચિત્રણ કરે છે.
હસ્તિમલ્લની આ રૂપકાત્મક અંતિમ કૃતિ છે. તે અન્ય કૃતિઓની અપેક્ષાએ સરળ તથા પ્રવાહી છે. નાટ્યશાસ્ત્ર અનુસાર આને ત્રોટક કહેવી જોઈએ. સાહિત્યદર્પણ અનુસાર ત્રોટક ઉપરૂપકનો એક પ્રકાર છે. ત્રોટકનું લક્ષણ નીચે પ્રમાણે છે :
જૈન કાવ્યસાહિત્ય
सप्ताष्टनवपञ्चाकं दिव्यमानुषसंश्रयम् ।
ત્રોટાં નામ તત્ પ્રાછું: પ્રત્યાં સવિદૂષમ્ ॥ ૫.૨૭૩ આ નાટકમાં આ લક્ષણ પૂરેપૂરું ઘટે છે.
તેની સંવાદશૈલી સરસ છે તથા સૂક્તિઓ અને સુભાષિતોથી ભરપૂર છે. જ્યોતિપ્રભાનાટક
આ નાટકની કથાવસ્તુ ૧૬મા તીર્થંકર શાન્તિનાથના નવમા પૂર્વભવના જીવ અમિતતેજ વિદ્યાધર અને ત્રિપૃષ્ઠ નારાયણની પુત્રી જ્યોતિપ્રભાનું રોમેંટિક ચરિત્ર છે. અમિતતેજનું પાવન ચિરત્ર તો ગુણભદ્રના ઉત્તરપુરાણના ૬૨મા પર્વમાં આલેખાયું છે પરંતુ ત્યાં જ્યોતિપ્રભાના ચરિત્રનું કોઈ વિશેષ આલેખન નથી. સંભવ છે કે આ નાટકનો આધાર કોઈ એવું શાન્તિનાથચિરત હશે જેમાં જ્યોતિપ્રભાના રોમેટિક જીવનનું નિરૂપણ હોય.
કર્તા અને રચનાકાળ આ નાટકના કર્તા બ્રહ્મસૂરિ છે. તે નાટકકાર હસ્તિમલ્લના વંશજ છે અને તેમનાથી લગભગ ૧૦૦ વર્ષ પછી વિક્રમની ૧૫મી શતાબ્દીમાં થયા છે. તેમના બે ગ્રન્થો ત્રિવર્ણાચાર અને પ્રતિષ્ઠાતિલક પ્રસિદ્ધ છે.
-
Jain Education International
૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૩; આ નાટક બેંગલોરના સંસ્કૃત માસિક પત્ર ‘કાવ્યાધિ’ (સન ૧૮૯૩-૯૪)માં પ્રકાશિત થયું છે; જિનરત્નકોશ, પૃ. ૧૫૧. ૨. પ્રોષે નાયતે પ્રાતઃ વિદ્યા મંગલવારમ્ ।
किं रूपयन्तु तच्चेह ब्रह्मसूरिकृतिश्च का ||
For Private & Personal Use Only
www.jainelibrary.org