________________
૫૮૦
જૈન કાવ્યસાહિત્ય
જૈન રામાયણ અનુસાર વર્ણવવામાં આવી છે. રામચન્દ્રસૂરિનાં નાટકોમાં આ એવું નાટક છે જેને નાટ્યદર્પણમાં ઘણી વાર ઉદ્ધત કરવામાં આવેલ છે.
પ્રથમ અંકમાં રાજા દશરથના વચનપાલન માટે રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે. બીજા અંકમાં રાવણ સીતાનું હરણ કરી જાય છે, સીતાને બચાવવા જતાં જટાયુનું મૃત્યુ થાય છે. ત્રીજા અંકમાં રામનો કરુણ વિલાપ, અને રામનો હનુમાન-સુગ્રીવ સાથે પરિચય નિરૂપાયો છે. ચોથા અંકમાં રાવણની રાજધાનીનું વર્ણન, સીતાને આકર્ષવામાં રાવણની નિષ્ફળતાનું વર્ણન છે.
પાંચમા અંકમાં વિભીષણ રાવણને સાચી સલાહ આપે છે પણ તેનું કોઈ પરિણામ આવતું નથી. રામનો સંદેશ લઈ દૂત આવે છે અને પાછો જાય છે. છેવટે બન્ને બાજુથી યુદ્ધ શરૂ થઈ જાય છે. છઠ્ઠા અંકમાં યુદ્ધનું વિવરણ છે, રાવણની શક્તિથી લક્ષ્મણ મૂછિત થઈ જાય છે, હનુમાન વગેરે મૂછ દૂર કરવા પ્રયત્નો કરે છે. સાતમા અંકમાં મંદોદરી વગેરે બધાં રાવણને સમજાવે છે પરંતુ કંઈ અસર થતી નથી, રાવણનો રામ સાથે અન્ન સુધી લડી લેવાનો નિશ્ચય. આઠમા અંકમાં રામ-રાવણ યુદ્ધનું વર્ણન છે. રાવણ છળથી સીતાને તેના પિતા જનક દ્વારા રામના મૃત્યુના સમાચાર પહોંચાડે છે, સીતા અગ્નિમાં કૂદી પડવા તૈયાર થાય છે, હનુમાન દ્વારા આ ખબર મળતાં જ રામ સીતાને બચાવવા દોડી જાય છે. રાવણના મરણની ખબર નેપથ્યમાંથી આપવામાં આવે છે. નાટકનો અન્ત રામ-સીતાના સાનન્દ સલિનમાં આવે છે. જામ્બવત્ત અત્તિમ શુભાશંસા વાંચી સંભળાવે છે.
આ નાટકમાં સીતાના અપહરણની ઘટના બીજી રીતે નિરૂપાઈ છે. રાવણનું વેશ બદલીને રામ પાસે આવવું – આ કવિનું નૂતન નિર્માણ છે અને ઘણું રોચક તથા નાટકીય છે પરંતુ લાંબાં લાંબાં પદ્યોની ભરમારથી વાતાવરણનું સૌન્દર્ય નષ્ટ થયું છે અને કથાના સ્વાભાવિક પ્રવાહમાં બાધા આવી છે. સીતા ખોવાઈ જવાથી રામે કરેલો વિલાપ કાલિદાસના વિક્રમોર્વશીયની યાદ અપાવે છે, તે ઘણો જ હૃદયદ્રાવક છે. નાટકમાં દિવ્ય તત્ત્વની – રાક્ષસોની દિવ્ય શક્તિની – ભરમાર છે જેને કૌતુહલ વધારવામાં આવશ્યક સમજવામાં આવી છે.
આ નાટકનું સંક્ષિપ્ત રૂપ “રઘુવિલાસનાટકોદ્ધારમાં મળે છે. તેમાં ગદ્ય ભાગને છોડી દઈને કેવળ પદ્યોને રાખ્યાં છે અને આ રીતે નાટક અડધું થઈ ગયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org