________________
લલિત વાય
પ૭૯
કૌમુદી મિત્રાણન્દને ત્યાંથી પોતાના પૂર્વ પતિઓ પાસેથી મેળવેલું ધન લઈ લંકા ભાગી જવાનું અને પોતાના પિતા પાસેથી સર્પદંશનો મંત્ર શીખી લેવાનું કહે છે. બન્નેનો વિવાહ થાય છે. મિત્રાણન્દ કુલપતિ પાસેથી સર્પદંશનો મંત્ર શીખી લે છે. કવિ ભાવી ઘટનાઓને ચર્થક શ્લોકો દ્વારા સૂચવે છે. ચોથા અંકમાં બન્ને લંકાની રાજધાની રંગશાલામાં પ્રવેશે છે. નગરમાં પ્રવેશતાં જ મિત્રાણન્દને ચોર તરીકે પકડવામાં આવે છે અને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે. તેનું શરીર રક્તચંદનથી લેપવામાં આવે છે. પાંચમાથી દસમા અંત સુધી આખું પ્રકરણ અનેક અલૌકિક વાતાવરણ અને ઘટનાઓથી ભરેલું છે, આ ઘટનાઓ એકબીજી સાથે શિથિલપણે જોડાયેલી છે. સાતમા અંકમાં એક વણિક પુત્રી સુમિત્રા સાથે ભેટો થાય છે. તે મકરન્દની પ્રેમિકા બની જાય છે. મિત્રાણન્દ-કૌમુદી અને મકરન્દ-સુમિત્રા અનેક ઘટનાચક્ર પાર કરીને અન્ત આનન્દપૂર્વક રહે છે. હાસ્યરસની ખોટને કવિ પ્રચુર માત્રામાં નિરૂપેલા અભુતરસથી પૂરી કરી દે છે.
ડૉ. કીથે આ પ્રકરણની આલોચનામાં કહ્યું છે કે આ કૃતિ પૂરેપૂરી અનાટકીય છે, તેમાં કેટલાય કથાપ્રસંગોને નાટકરૂપે ગતિ કરવામાં આવ્યા છે, પરિણામે તે આધુનિક મૂકનાટક (Pantomime) જેવું બની ગયું છે. વધારામાં તે કહે છે કે આ રચનામાં પ્રેક્ષકોમાં અદ્દભુતરસ જાગ્રત કરનારા અનેક ચમત્કાર સિવાય બીજો કોઈ પ્રકારનો રસ નથી. આ જ રીતે ડૉ. ડેએ કહ્યું છે કે તેની કથા દંડીના દશકુમારચરિત જેવી છે અને લેખકને તે રૂપમાં લખવાનો પ્રયત્ન કરવો હતો. નાટકીય કૃતિના રૂપમાં તેમાં કોઈ અધિક તત્ત્વ નથી અને સાહિત્યિક દૃષ્ટિએ પણ કોઈ ઉલ્લેખનીય વાત નથી. પશ્ચાત્કાલીન આના જેવાં પ્રકરણોમાં નાટકીય પ્રસંગોની અપેક્ષાએ જટિલ કથાનકો જ વિશેષ જોવા મળે છે. ૫. રઘુવિલાસ
આ આઠ અંકોનું નાટક છે. તેમાં રામના વનવાસ અને સીતામિલનની ઘટના
૧. એ.બી.કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૨૫૮-૨૫૯; ગુજરાતી અનુવાદ, ભાગ ૨, પૃ. ૩૭૬
૩૭૭. ૨. સુ. કુ. ડે, હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૭૫-૪૭૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૨૬; આ નાટકના અંકોના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ – કે. એચ. ત્રિવેદી, નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org