SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય આદિ નોંધપાત્ર છે. શ્લેષમય શૈલીમાં રચાયેલાં સ્તોત્રો છે વિવેકસાગરરચિત વીતરાગસ્તવ (૩૦ અર્થ), નયચન્દ્રસૂરિષ્કૃત સ્તંભનપાર્શ્વસ્તવ (૧૪ અર્થ) તથા સોમતિલક અને રત્નશેખરસૂરિનિબદ્ધ અનેક સ્તોત્રો. પ્રકાશમાં આવ્યાં છે પાદપૂર્તિ યા સમસ્યાપૂર્તિ રૂપે રચાયેલાં સ્તોત્રોની સંખ્યા પણ કંઈ ઓછી નથી. તેમાં માનતુંગના ભક્તામરસ્તોત્રની સમસ્યાપૂર્તિના રૂપમાં રચાયેલાં કેટલાંય સ્તોત્રો જેમ કે મહોપાધ્યાય સમયસુંદરકૃત ઋષભભક્તામર ૪૫ શ્લોકોમાં (આ બધામાં ચોથા પાદની પૂર્તિ છે), કીર્તિવિમલના શિષ્ય લક્ષ્મીવિમલકૃત (ભક્તામરના ચોથા પાદની પૂર્તિના રૂપમાં) શાન્તિભક્તામર, ધર્મસિંહના શિષ્ય રત્નસિંહસૂરિકૃત નેમિ-રાજીમતીની સ્તુતિના રૂપમાં ૪૯ શ્લોકોવાળું નેમિભક્તામર (તેનું બીજું નામ પ્રાણપ્રિયકાવ્ય), ધર્મવર્ધનગણિકૃત વીરસ્તુતિના રૂપમાં વીરભક્તામર, ધર્મસિંહસૂરિનું સરસ્વતીભક્તામર, તેવી જ રીતે ઉક્ત સ્તોત્રની સમસ્યાપૂર્તિ રૂપે જિનભક્તામર, આત્મભક્તામર, શ્રીવલ્લભભક્તામર અને કાલૂભક્તામર આદિ ઉલ્લેખનીય છે. કલ્યાણમન્દિરસ્તોત્રની સમસ્યાપૂર્તિના રૂપમાં ભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર, અજ્ઞાતકર્તૃક પાર્શ્વનાથસ્તોત્ર, વીરસ્તુતિ તથા વિજયાનન્દસૂરીશ્વરસ્તવન મળે છે. ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિ રૂપે પણ અનેક સ્તોત્રો મળે છે. અન્ય સ્તોત્રોમાં અજ્ઞાતકર્તૃક પાર્શ્વનાથસમસ્યાસ્તોત્ર ઉલ્લેખનીય છે. આ પ્રકારનાં કેટલાંય સ્તોત્રોનો ઉલ્લેખ અમે પાદપૂર્તિસાહિત્યમાં કરી દીધો છે. - ૫૬૭ - સંસ્કૃત ભાષામાં રચાયેલી અન્ય સ્તુતિઓમાં દેવન્તિ પૂજ્યપાદની (છઠ્ઠી સદી) સિદ્ધભક્તિ વગેરે બાર ભક્તિઓ અને સિદ્ધિપ્રિયસ્તોત્ર, પાત્રકેશરીની Jain Education International ૧. જૈનસ્તોત્રસમુચ્ચય, ભાગ ૧, પૃ. ૭૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૮૯; હીરાલાલ ૨. કાપડિયા, કાવ્યસંગ્રહ, ભાગ ૧-૨, આગમોદય સમિતિ, મુંબઈ; સ્તોત્રરત્નાકર, પ્રથમ ભાગ, મહેસાણા, ૧૯૧૩. જિનરત્નકોશ, પૃ. ૮૦ 3. ૪. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૮૦, પૃ. ૪૫-૪૮ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૪૭; સિદ્ધાન્તસારાદિસંગ્રહ (માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, ભાગ ૨૧), મુંબઈ, વિ.સં.૧૯૬૯. ૬. નિત્યપાઠસંગ્રહ, કારંજા, ૧૯૫૬; સિદ્ધિપ્રિય, કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૩૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy