SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ જેન કાવ્યસાહિત્ય જૈન સાહિત્યમાં સ્તોત્રને થઈ, થુતિ, સ્તુતિ યા સ્તોત્ર નામથી સમજવામાં આવે છે. સ્તવ અને સ્તવન પણ તેનાં નામ છે. જો કે સ્તવ અને સ્તોત્ર વચ્ચે અર્થભેદ દર્શાવવાનો કેટલાક વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે પરંતુ એ અર્થભેદ પહેલાં કદાચ રહ્યો હશે કિંતુ પાછલા સમયમાં તો તે એકાર્થક મનાય છે. પ્રાચીન જૈન આગમોમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરેમાં ઉપધાન-શ્રુતાધ્યયન અને વરસ્તવ (વીરત્યય) જેવી વિરલ ભાવાત્મક સ્તુતિઓ જોવા મળે છે પરંતુ મધ્યકાલ આવતાં આવતાં ઉવસગ્ગહર, સ્વયમ્ભસ્તોત્ર, ભક્તામર, કલ્યાણમન્દિર આદિ હૃદયના ભાવોને જગાડનારાં અનેક સ્તોત્રો રચાયાં. આ સ્તોત્રોમાં ૨૪ તીર્થકરોનું ગુણકીર્તન કરતાં સ્તોત્રો પ્રમુખ છે. તેમાં પણ સૌથી વધુ સંખ્યા પાર્શ્વનાથ સંબંધી સ્તોત્રોની છે. લગભગ તેટલાં જ સ્તોત્રો ૨૪ તીર્થકરોની સમ્મિલિત સ્તુતિના રૂપે લખાયાં છે. ત્યાર પછી ઋષભદેવ અને મહાવીર ઉપર રચાયેલાં સ્તોત્રોની સંખ્યા આવે છે, બાકીના તીર્થકરો સંબંધી સ્તોત્રો તેથી પણ ઓછાં છે. પંચપરમેષ્ઠી અર્થાત્ અરહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓની ભક્તિ ઉપર રચાયેલાં સ્તોત્રો અપેક્ષાએ સંખ્યામાં ઓછાં જ છે. જૈનધર્મમાં ભક્તિનું પ્રયોજન આરાધ્યને ખુશ કરી કંઈક પામવાનું નથી, તેથી અહીં ભક્તિનું રૂપ દાસ્ય, સખ્ય અને માધુર્યભાવથી સર્વથા જુદું છે. ઉત્તરાધ્યયનમાં સ્તોત્રના ફળની બાબતમાં એક રોચક સંવાદ મળે છે : થવઘુબંગાલ્લેખ મળે ! जीवे किं जणयइ ? थवथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ । नाणदंसणचरित्तबोहिलाभसम्पन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं મારાં માહેરુ અર્થાત્ સ્તુતિ કરવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૭-૨૪૮, ૪૫૩માં પાર્શ્વનાથ પર રચાયેલાં સ્તોત્રોની સૂચી આપવામાં આવી છે. ૨. એજન, પૃ. ૧૧૩-૧૧૬, ૧૩૫-૧૩૮માં આ સ્તોત્રોની સૂચી છે. ૩. એજન, પૃ. ૨૭-૨૯, ૫૭-૫૯, ૩૨૧ (યુગાદિદેવહુતિ વગેરે), ૪. એજન, પૃ. ૩૦૭, ૩૬૩ ૫. અધ્યયન ૨૯, સૂત્ર ૧૪; ઉત્તરાધ્યયન અંગ્રેજી પ્રસ્તાવનાટિપ્પણીસહિત જાલ શાપેન્ટિયર, ઉપસલા, ૧૯૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy