SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય પ૬૩ આ વિષયની અન્ય રચનાઓમાં રામચન્દ્રનો સુભાષિતકોશ, કીર્તિવિજયનો સુભાષિતગ્રન્થ, મુનિદેવ આચાર્યનો સુભાષિતરત્નકોશ (૫૮ કારિકાઓ), સકલકીર્તિકૃત સુભાષિતરત્નાવલી યા સુભાષિતાવલી (૩૯૨ શ્લોક), તિલકપ્રભસૂરિકૃત સુભાષિતાવલી, જ્ઞાનસાગરકૃત સુભાષિતષત્રિશિકા, લંકાગચ્છના યશસ્વીગણિકૃત સુભાષિતષદ્ગિશિકા, ધર્મકુમારકૃત સુભાષિતસમુદ્ર, શુભચન્દ્રકૃત સુભાષિતાર્ણવ આદિ કૃતિઓ ઉલ્લેખનીય છે.' સ્તોત્રસાહિત્ય જૈનોનું સ્તોત્રસાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય જનપદીય , ભાષાઓમાં વિપુલ રાશિમાં મળે છે. તેમાંથી સંસ્કૃત-પ્રાકૃતમાં જ ઉપલબ્ધ વિપુલ રાશિને પ્રસ્તુત કરવો શક્ય નથી, તો બીજાની તો વાત જ શી કરવી, તો પણ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રસાહિત્યનું સિંહાવલોકન માત્ર અહીં કરવામાં આવે છે. ભારતીય વામયમાં સ્તોત્ર-સ્તવનની પરંપરા આદિકાલથી ચાલતી રહી છે. ઈન્દ્ર, વરુણ, ઉષા વગેરેનાં ઋગ્વદમાં સુરક્ષિત સૂક્તો સ્તવનો જ છે. સામવેદને ગેય સ્તોત્રોનું સંકલન કહી શકાય. યજુર્વેદ અને અથર્વવેદમાં અનેક સ્તોત્રો દ્રષ્ટવ્ય છે. અથર્વવેદનું પૃથ્વી સૂક્ત એક રાષ્ટ્રીય સ્તોત્ર છે. રામાયણ, મહાભારત, પુરાણ વગેરેમાં પ્રચુર માત્રામાં સ્તોત્રો છે. સંસ્કૃત સાહિત્યનાં બધાં મહાકાવ્યોમાં મંગલાચરણના રૂપમાં યા વચમાં પણ સ્તુતિઓ આવે છે. સ્વતંત્રપણે પણ કવિઓએ અષ્ટકો, કુલકો, ચતુર્દશકો, દ્વાત્રિશિકાઓ, ષત્રિશિકાઓ, ચત્વારિશકો અને શતકોના રૂપમાં સ્તોત્રોની રચના કરી છે. બાણભટ્ટનું ચંડીશતક, મુરારિનું સૂર્યશતક અને વલ્લભાચાર્યનું યમુનાષ્ટક પ્રસિદ્ધ જ છે. - સ્તોત્રકાવ્યનો સ્વતરૂપમાં પ્રારંભ બૌદ્ધોમાં થયો હતો. કવિ માતૃચેટનું અધ્યર્ધશતક સૌથી પ્રાચીન જણાય છે. ત્યાર પછી પુષ્પદન્તનું શિવમહિમ્નસ્તોત્ર, મયૂરનું સૂર્યશતક વગેરે અને સ્તોત્ર-ગીતિકાવ્યો આવે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૫-૪૪૬ ૨. જૈન કવિઓએ આ પ્રકારોમાં પોતાનાં અનેક સ્તોત્રોની રચના કરી છે. સિદ્ધસેન દિવાકર અને રામચન્દ્રસૂરિરચિત દ્વત્રિશિકાત્મક સ્તોત્ર પ્રસિદ્ધ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy