________________
જૈન કાવ્યસાહિત્ય
છે પરંતુ વિદ્વાનો તેને ઉપર્યુક્ત નામે ઓળખે છે. તેમાં જીવન્ધરના ચરિતનું આલેખન છે. સંસ્કૃત સાહિત્યનાં પ્રસિદ્ધ ચમ્પકાવ્યોમાંનું આ એક છે તથા જૈન સાહિત્યનાં ચમ્પૂઓમાં યશસ્તિલકચમ્પૂ પછી આનું નામ આવે છે. તે અગીઆર લમ્ભોમાં વિભક્ત છે. તેની કથાનો આધાર ગદ્યચિન્તામણિ અને ક્ષત્રચૂડામણિ છે જેમાં જીવન્ધરની કથા ગદ્ય અને પદ્યમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ચમ્પૂમાં પ્રત્યેક લક્ષ્મની કથાવસ્તુ તથા પાત્રોનાં નામ વગેરે ઉક્ત બન્ને કૃતિઓ સાથે સમાનતા ધરાવે છે. આ ચમ્પૂમાં તે વૈશિષ્ટ્ય તો નથી જે યશસ્તિલકચમ્પૂમાં મળે છે પરંતુ તેની રચના સરસતા અને સરલતાની દૃષ્ટિએ પ્રશંસનીય છે. તેમાં અલંકારોની યોજના વિશેષરૂપે હૃદયને આકર્ષે છે. પઘોની અપેક્ષાએ ગદ્યની રચના અધિક પાંડિત્યપૂર્ણ છે. કેટલાંય ગદ્યો એટલાં તો કૌતુકભર્યાં છે કે તેમને વાંચી કવિની પ્રતિભાનો ચમત્કાર અનુભવાય છે. નગરીવર્ણન, રાજવર્ણન, રાણીવર્ણન, ચન્દ્રોદય, સૂર્યોદય, વનક્રીડા, જલક્રીડા, યુદ્ધ વગેરેનાં વર્ણનોને કવિએ યથાસ્થાન શણગારીને મૂક્યાં છે.
કેટલાક અલંકારોની છટા અહીં દર્શનીય છે :
૫૪૨
“यश्च किल संक्रन्दन इवानन्दितसुमनोगणः, अन्तक इव मंहिषीसमधिष्ठितः, वरुण इवाशान्तरक्षणः, पवन इव पद्मामोदर्सचरः, हर इव महासेनानुयातः, भदगणोऽप्यनागो, विबुधपतिरपि कुलीनः, सुवर्णधरोऽप्यनादित्यागः, सरसार्थपोषकवचनोऽपि नरसार्थपोषकवचनः
અહીં શ્લિષ્ટ પૂર્ણોપમાલંકાર અને વિરોધાભાસાલંકાર દર્શનીય છે.
“यस्य प्रतिपक्षलोलाक्षीणां काननवीथिकादम्बिनीशम्पायमानतनुसम्पदां वदनेषु वारिजभ्रान्त्या पपात हंसमाला, तां कराङ्गुलीभिर्निवारयन्तीनां तासां करपल्लवानि चकर्षुः कीरशावकाः.... ततश्चलितवेणीनामेणाक्षीणां नागभ्रान्त्या कर्षन्ति स्म वेणी मयूराः । २
આ ગઘાંશમાં ભ્રાન્તિમાન અલંકાર છે અને કરુણરસનો પરિપોષ પણ દર્શનીય છે. આ ગધાંશનો પૂરો ભાગ ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં અજોડ છે.
૧. ભારતીય જ્ઞાનપીઠ સંસ્કરણ, પૃ. ૮ ૨. એજન, પૃ. ૧૧
*******
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org