________________
લલિત વાદથ
૫૪૧
ગ્રંથ નીતિવાક્યામૃત જ ઉપલબ્ધ છે. નીતિવાક્યામૃતની પ્રશસ્તિમાં જે “યશોધરચરિત'નો ઉલ્લેખ છે તે જ આ યશસ્તિલકચગ્યુ છે. તેમાં ભારવિ, ભવભૂતિ, ભર્તુહરિ, ગુણાસ્ય, વ્યાસ, ભાસ, કાલિદાસ, બાણ વગેરે કવિઓના, ગુરુ, શુક્ર, વિશાલાક્ષ, પરાશર, ભીખ, ભારદ્વાજ વગેરે રાજનીતિશાસ્ત્રપ્રણેતાઓના તથા કેટલાય વૈયાકરણોના ઉલ્લેખો છે. યશોધર નૃપના ચરિત્રચિત્રણમાં કવિએ રાજનીતિની વિસ્તૃત અને વિશદ ચર્ચા કરી છે. યશસ્તિલકનો ત્રીજો આશ્વાસ રાજનીતિના તત્ત્વોથી ભરપૂર છે. આ ચમ્પની રચના રાષ્ટ્રકૂટ નરેશ કૃષ્ણના સામંત ચાલુક્ય અરિકેશરી તૃતીયના રાજ્યકાળમાં થઈ હતી.
રચનાકાલ વિ.સં.૧૦૧૬ (સન્ ૯૫૯) આપવામાં આવ્યો છે. તેમાં તત્કાલીન સંસ્કૃતિ અને સભ્યતાની અનેક વાતોનું સુંદર વર્ણન છે.
પ્રો. હાર્દિકીના શબ્દોમાં - ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સોમદેવ પ્રમુખ બહુમુખી પ્રતિભામાંના એક હતા અને તેમનો અનુપમ ગ્રન્થ યશસ્તિલક તેમની અનેકવિધ પ્રતિભાનો પરિચાયક છે. તે ગદ્યપદ્યની રચનામાં ઘણા જ કુશળ, બહુસ્મૃતિસમ્પન્ન, જૈન સિદ્ધાન્તના પારગામી અને સમકાલીન દર્શનોના સારા સમાલોચક હતા. તે રાજનીતિના ગંભીર પંડિત હતા તથા આ વિષયમાં તેમના બન્ને ગ્રંથ યશસ્તિલક અને નીતિવાક્યામૃત એકબીજાના પૂરક છે. તે પ્રાચીન જનકથાસાહિત્ય અને ધાર્મિક કથાઓના સારા સંપાદક હતા તથા સાથે સાથે નાટકીય સંવાદોને રજૂ કરવામાં ઘણા જ પ્રવીણ હતા. તે માનવ અને તેના સ્વભાવની વિવિધતાઓના ઊંડા અધ્યેતા હતા. આમ સંસ્કૃત સાહિત્યમાં સોમદેવની સ્થિતિ ખરેખર અતુલનીય છે.”
આ ચમ્પ ઉપર શ્રીદેવરચિત પંજિકા મળે છે અને પાંચ આશ્વાસો ઉપર શ્રુતસાગર ભટ્ટારકકૃત સંસ્કૃત ટીકા તથા ૬-૮ આશ્વાસો ઉપર પં. જિનદાસ ફડકુલેકૃત ઉપાસકાધ્યયનટીકા પ્રકાશિત થઈ ગઈ છે. જીવન્તરી
આ કૃતિની પુષ્પિકાનાં વાક્યોમાં સર્વત્ર કૃતિનું નામ “ચમ્યુજીવન્ધર' મળે
૧. ટી.એસ.કુમ્બુસ્વામી શાસ્ત્રી દ્વારા સંપાદિત-પ્રકાશિત, શ્રીરંગમ્, ૧૯૦૫; ૫. પન્નાલાલ
સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી સં.૨૦૧પમાં પ્રકાશિત – આમાં સંસ્કૃતમાં કૌમુદી ટીકા તથા હિન્દી અનુવાદ આપવામાં આવ્યો છે. આ સંસ્કરણની ૪૪ પૃ.ની પ્રસ્તાવના પઠનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org