________________
લલિત વાદ્રય
પ૩૯
કુવલયમાલા
આ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલું ગદ્યપદ્યમિશ્રિત ચમ્પ છે. તેનો પરિચય અમે કથાસાહિત્યમાં આપી દીધો છે. યશસ્તિલકચમ્
આ ચક્યૂપ્રકારનું વિકસિત અને પ્રૌઢ રૂપ છે, તેની કોટિનું સંસ્કૃત સાહિત્યમાં બીજું કોઈ ચમ્પકાવ્ય નથી. આ ચમ્પ કેવળ ગદ્યપદ્યનો શ્રેષ્ઠ નમૂનો જ નથી પરંતુ જૈન અને અજૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાન્તોનો ભંડાર, રાજતંત્રનો અનુપમ ગ્રન્થ, વિવિધ છંદોનું નિધાન, પ્રાચીન વાર્તાઓ, દષ્ટાન્તો અને ઉદ્ધરણોનું સંગ્રહાલય અને નવીન શબ્દોનો કોશ પણ છે. સોમદેવની આ કૃતિ તેમની સાહિત્યિક પ્રતિભા અને કવિહૃદયથી સમ્પન્ન વિશાલ પાંડિત્યની એક છે.
આ ચમ્પમાં જૈન પુરાણોમાં વર્ણવાયેલી અને જૈન કવિઓને અતિપ્રિય એવી યશોધર રાજાની કથાને લેવામાં આવી છે. આ કથા ઘરાળુ દુર્ઘટના ઉપર આશ્રિત એક યથાર્થ કથા છે. આ દુ:ખાત્ત ઘટનાની ચારે બાજુ એક રીતે નૈતિક અને ધાર્મિક ઉપદેશોની જાળ ગૂંથવામાં આવી છે. સોમદેવની કવિત્વશક્તિની એ સૌથી મોટી કસોટી હતી કે તે વ્યભિચાર અને હત્યા ઉપર આધારિત એક કથાને લઈ સુબળ્યું અને બાણની શૈલીમાં ઉપન્યાસ લખવાનું સાહસ કરી તેમાં સફળ થયા. હકીકતમાં સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં યશસ્તિલક જ એકલું એવું કાવ્ય છે જે દામ્પત્ય જીવનની ઘટનાને લઈ, તેના કૃત્રિમ પ્રેમભાગને છોડી, ભાગ્યચક્રના ખેલ અને જીવનનાં કઠોર સત્યોનું નિરૂપણ કરે છે.
આ કાવ્ય આઠ આશ્વાસોમાં વિભક્ત છે. ઘટનાસ્થલ યોધેય દેશનું રાજપુર નામનું નગર છે. ત્યાં રાજા મારિદત્ત વિરવૈભવ તાન્ત્રિકના પ્રભાવથી ચંડમારિ દેવીના મંદિરમાં પ્રત્યેક વર્ગનાં પ્રાણીઓનાં જોડાઓનો બલિ દેવા માટે ઉદ્યત હતો.
૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી બે ભાગોમાં પ્રકાશિત, ૧૯૦૧-૩; ૫. સુંદરલાલ જૈન
દ્વારા સંસ્કૃત-હિન્દી ટીકા સાથે મહાવીર જૈન ગ્રન્થમાલા, વારાણસીથી ૧૯૬૦ અને ૧૯૭૧માં પ્રકાશિત; તેના સાંસ્કૃતિક પક્ષના અધ્યયન માટે જુઓ-જીવરાજ ગ્રન્થમાલા, સોલાપુરથી ૧૯૪પમાં પ્રકાશિત પ્રા. કૃષ્ણકાન્ત હાર્દિકીની કૃતિ “યશસ્તિલક એન્ડ ઈન્ડિયન કલ્ચર’ તથા પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીથી ૧૯૬૭માં પ્રકાશિત ડૉ. ગોકુલચન્દ્ર જૈનની કૃતિ “યશસ્તિલક કા સાંસ્કૃતિક અધ્યયન'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org