SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ જેન કાવ્યસાહિત્ય મનોહારી વર્ણનો મળે છે. આચાર્ય આર્યનદિનો જીવલ્વરને શિક્ષાત્ત ઉપદેશ કાદમ્બરીમાં શુકનારો ચન્દ્રાપીડને આપેલા ઉપદેશની યાદ કરાવે છે. કર્તા અને રચનાકાલ - આના કર્તા અને ક્ષત્રચૂડામણિના કર્તા એક જ છે – આચાર્ય વાદીભસિંહ અમરનામ ઓડયદેવ. તેમનો પરિચય ઉક્ત કાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. અન્ય ગદ્યકાવ્યોમાં સિદ્ધસેનગણિકત બંધુમતી નામની આખ્યાયિકાનો પણ ઉલ્લેખ મળે છે પણ તે આજ સુધી ઉપલબ્ધ થઈ નથી. ચપૂકાવ્ય મધ્યકાલીન ભારતીય જનચિએ ગદ્યપદ્યની મિશ્ર શૈલીમાં એક એવા સાહિત્યપ્રકારને જન્મ આપ્યો જેને ચમ્ કહેવામાં આવે છે. જો કે પશ્ચાત્કાલીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ આ સાહિત્યપ્રકારનો સ્વીકાર કરી “ગદ્યપદ્યમયી વાણી ચમ્પ' એવું તેનું લક્ષણ કર્યું છે પરંતુ હકીકતમાં “ચમ્પ શબ્દ સંસ્કૃત ભાષાનો નથી કિન્તુ દ્રવિડ ભાષાનો છે. ધારવાડનિવાસી કવિ દ. રા. બેન્દ્રનો મત છે કે કન્નડ અને તુલુ ભાષાઓમાં મૂળ શબ્દ કેન-ચેન કંપુ અને ચેમ્પ એ રૂપોમાં નિષ્પન્ન થઈને સુન્દર અને મનોહર અર્થનો બોધ કરાવે છે. ગદ્યપદ્યમિશ્રિત કાવ્યવિશેષને જનતાએ સૌપ્રથમ સુંદર અને મનોહર અર્થમાં ચેમ્પ નામથી વર્ણવ્યું હશે અને પછી રૂઢિબળથી ચેમ્પ યા ચપુ નામથી તે પ્રસિદ્ધ થયું. ઉક્ત કવિનો એ પણ મત છે કે ચમ્પનો સીધો સંબંધ જૈન તીર્થકરોનાં પંચકલ્યાણકો સાથે છે અને પંચ-પંચ શબ્દ જ ગમ્-ગમ્ ગપૂની જેમ ચમ્પ બની ગયો. સંસ્કૃત સાહિત્યક્ષેત્ર માટે જૈનોનું આ અનુપમ પ્રદાન છે. કન્નડમાં ચપૂકાવ્યના સર્જક જૈન કવિ પમ્પ, પોન્ન અને રન્ન છે, આ કન્નડ ચખૂકાવ્યો સંસ્કૃતમાં ઉપલબ્ધ ચપૂકાવ્યોની પહેલાં રચાયાં છે. કન્નડમાં આ સાહિત્યનું સર્જન અવશ્ય ૮મી-૯મી સદીમાં થઈ ગયું હતું. ૧૦મી સદીમાં રાષ્ટ્રકૂટ રાજાઓના રાજ્યકાલમાં સંસ્કૃતના પ્રથમ ચમ્પઓની – પહેલાં ત્રિવિક્રમભટ્ટકૃત નવચમ્ (સન્ ૯૧૫) અને પછી સોમદેવકૃત જૈન ચ— “યશતિલકની (સન્ ૯૫૯) – રચના થઈ હતી. જૈન ચપૂકાવ્યોમાં આજ સુધી ૩-૪ કૃતિઓ જ ઉપલબ્ધ થઈ શકી છે. તેમનો ક્રમશઃ સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે. ૧. મરુધરકેશરી અભિનન્દન ગ્રન્થ, જોધપુર, વિ.સં. ૨૦૨૫, પૃ.૨૭૯-૮૧માં એ. કે. ભુજબલી શાસ્ત્રીનો લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy