________________
૫૨૮
જૈન કાવ્યસાહિત્ય
हेतावेवं प्रकारादौ व्यवच्छेदे विपर्यये ।
प्रादुर्भावे समाप्तौ च इति शब्दः प्रकीर्तितः ॥ આ ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે ધનંજય નવમી શતાબ્દી પછીના તો નથી જ.
પૂર્વાવધિ નિશ્ચિત કરવા માટે ધનંજયની નામમાલાનો ઉપર જણાવેલો શ્લોક “પ્રમાણ૫ત્ન' આપણે ટકી શકીએ. આ શ્લોકમાં જેમનો નામોલ્લેખ થયો છે તે અકલંકનો સમય ૭મી-૮મી સદી છે, તેથી ધનંજય તેનાથી પૂર્વના ન હોઈ શકે. ટૂંકમાં આપણે ધનંજયને આઠમી સદીના મધ્ય અને સન્ ૮૧૬ની વચ્ચે ક્યારેક થયેલા માની શકીએ.
કવિની અન્ય કૃતિઓમાં ઉપલબ્ધ નામમાલા અનેકાર્થનામમાલા નામનો લઘુ અને ઉપયોગી કોશ તથા વિષાપહારસ્તોત્ર છે. તેમની એક અન્ય કૃતિ યશોધરચરિત હતી. ભટ્ટારક જ્ઞાનકીર્તિએ (વિ.સં.૧૬૫૦) પોતાના યશોધરચરિતમાં પહેલાં રચાયેલાં યશોધરચરિતોના કર્તાઓનાં નામો આપ્યાં છે, તેમાં ધનંજયનું નામ પણ છે. સંભવ છે કે આ ધનંજય કોઈ બીજા જ હોય કારણ કે વિ.સં. ૧૬પ૦ પહેલાં બીજા કોઈ લેખકે આ મહાકવિના યશોધરચરિતનો ઉલ્લેખ નથી કર્યો. તેમની અનુપમ કલમથી પ્રસૂત કૃતિનું વચ્ચે આટલા બધા સમય સુધી અજ્ઞાત રહેવું સંભવતું નથી. - દ્વિસંધાન આ પ્રકારનું સર્વશ્રેષ્ઠ અને સંભવતઃ ઉપલબ્ધ સૌપ્રથમ કાવ્ય છે. તેનું અનુકરણ કરીને પાછળથી આ પ્રકારનાં કાવ્યોની પરંપરા શરૂ થઈ ગઈ. શ્રુતકીર્તિ ઐવિદ્યનું (સન્ ૧૧૦૦-૧૧૫૦) રાઘવપાંડવીય, માધવ ભટ્ટનું રાઘવપાંડવીય, સચ્યાકરનન્દિનું રામચરિત, હરિદત્તસૂરિનું રાઘવનૈષધીય, ચિદમ્બરનું રાઘવપાંડવયાદવીય વગેરે આ પરંપરાનાં કાવ્યો છે.
દ્વિસંધાન કાવ્ય ઉપર કેટલીક ટીકાઓ મળે છે. તેમાં એક પદકૌમુદી છે. તેના કર્તા વિનયચન્દ્રના શિષ્ય અને પદ્મનદિના પ્રશિષ્ય નેમિચન્દ્ર છે. બીજી ટીકા રાઘવપાંડવીયપ્રકાશિકા છે. તેના કર્તા પરવાદિઘરટ્ટ રામભટ્ટના ન કવિ દેવર છે. આ બન્ને ટીકાઓનો સમય અજ્ઞાત છે.'
૧. ધનંજય અને દ્વિસંધાન કાવ્ય ઉપર એક વિસ્તૃત લેખ ડૉ. આ. કે. ઉપાએ વિશ્વેશ્વરાનન્દ
ઈન્ડોલોજિકલ જર્નલ (માર્ચ-સપ્ટેમ્બર ૧૯૭૦, ભાગ ૮, અંક ૧-૨, પૃ. ૧૨૫-૧૩૪)માં લખ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૫, ૩૨૯; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૧૦૮ અને આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org