________________
લલિત વાય
૫૨૫
છે. તે સમયના સાહિત્યમાં “રાઘવપાંડવીય' શીર્ષક ઘણું જ પ્રિય હતું. કવિ ધનંજયની કૃતિ ઉપરાંત કવિરાજ અને શ્રુતકીર્તિ આદિ કવિઓએ પણ આ નામવાળી કૃતિઓ રચી છે અને આ જ રીતે આ પ્રકારના નામવાળી – રાઘવયાદવીય, રાઘવપાંડવયાદવીય આદિ કૃતિઓ પણ છે. જે હો તે, ધનંજયની પોતાની કૃતિનું પ્રધાન નામ “હિસન્ધાન છે અને મહાકવિ દંડી પછી ધનંજય આ પ્રકારના લેખકોમાં અગ્રણી છે. “રાઘવપાંડવીય કેવળ ગૌણ નામ લાગે છે.
કથાવસ્તુ – કાવ્યના પ્રારંભમાં મંગલ શ્લોકમાં મુનિસુવ્રત અથવા નેમિ (શ્લેષ દ્વારા) તથા સરસ્વતીને નમસ્કાર કર્યા છે. પછી શ્લેષાલંકારની મદદથી રામ અને પાંડવોની કથાઓનું આલેખન કરવામાં આવ્યું છે. પહેલા સર્ગમાં અયોધ્યા અને હસ્તિનાપુરનું વર્ણન છે. બીજા સર્ગમાં દશરથ અને પાંડુરાજનું વર્ણન, ત્રીજામાં રાઘવકૌરવોત્પત્તિનું વર્ણન, ચોથામાં રાઘવપાંડવારણ્યગમનનું આલેખન, પાંચમામાં તુમુલ યુદ્ધનું વર્ણન, છઠ્ઠામાં ખરદૂષણવધ અને ગોગ્રહનિવર્તનનું વર્ણન, સાતમામાં સીતાહરણનું આલેખન, આઠમામાં લંકા દ્વારાવતીપ્રસ્થાનનું વર્ણન, નવમામાં માયાસુ ગ્રીવવિગ્રહનું તથા જરાસંધબલવિદ્રાવણનું નિરૂપણ, દસમામાં લક્ષ્મણસુગ્રીવવિવાદ તથા જરાસંધદૂત અને નારાયણના વચ્ચેના વિવાદનું આલેખન, અગીઆરમામાં સુગ્રીવ જામ્બહનુમાન વચ્ચે પરામર્શ અને નારાયણપાંડવાદિ પરામર્શનું આલેખન, બારમામાં લક્ષ્મણ દ્વારા તથા વાસુદેવ દ્વારા કોટિશિલાના ઉદ્ધરણનું વર્ણન, તેરમામાં હનુમન્નારાયણદૂતાભિગમનનું આલેખન, ચૌદમામાં સૈન્યપ્રયાણવર્ણન, પંદરમામાં કુસુમાવીય તથા જલક્રીડાનું વર્ણન, સોળમામાં સંગ્રામનું વર્ણન, સત્તરમામાં રાત્રિસંભોગવર્ણન અને અઢારમામાં રાવણના અને જરાસંધના વધનું તથા યાદવપાંડવોની નિષ્ફટક રાજયપ્રાપ્તિનું વર્ણન છે.
કવિએ આ કથાને ગણધર ગૌતમે શ્રેણિક માટે કહી હોવાનું દર્શાવ્યું છે, પ્રાયઃ બધા દિગંબર જૈન કવિ પોતાની કથાવસ્તુ વિશે આમ જ કહે છે. કવિએ ઘટનાઓના નિરૂપણની અપેક્ષાએ મહત્ત્વપૂર્ણ વર્ણનો ઉપર જ અધિક ભાર દીધો છે. અન્ય જૈન કાવ્યોની અપેક્ષાએ આ કાવ્યમાં કેટલીક વિશેષતાઓ છે. તેના કોઈ પણ સર્ગમાં જૈન સિદ્ધાન્તો યા નિયમોનું વિવેચન નથી જ્યારે અન્ય કાવ્યોના કોઈ એક સર્ગમાં તો જૈન સિદ્ધાન્તો યા નિયમોનું વિવેચન હોય છે. બધાં જૈન કાવ્યો પ્રાય: મુખ્ય નાયકના નિર્વાણગમન સાથે સમાપ્ત થાય છે પરંતુ આ કાવ્ય નિર્વિઘ્ન રાજયપ્રાપ્તિ સાથે સમાપ્ત થાય છે.
આ કાવ્યની સંસ્કૃત ભાષા ક્લિષ્ટ છે. તેને સમજવા માટે શ્રમની જરૂર પડે છે. કાવ્યના અધિકાંશ શ્લોકો વિવિધ અલંકારોથી શણગાર્યા છે. ટીકાકાર નેમિચન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org