SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ જૈન કાવ્યસાહિત્ય અંતે આપેલી પુષ્પિકા ઉપરથી એ સ્પષ્ટ છે કે ઉક્ત કવિ પંડિતરાજથી જુદા છે. . ૧૮મી સદીની મહોપાધ્યાય મેઘવિજયની રચના “સતસંધાન' (સં.૧૭૬૦) પણ અનુપમ છે. આ કાવ્ય ૯ સર્ગોમાં રચાયું છે. પ્રત્યેક શ્લેષમય શ્લોકમાંથી ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને મહાવીર એ પાંચ તીર્થકરો તથા રામ અને કૃષ્ણ એમ કુલ સાત મહાપુરુષોનાં ચરિત્રોના અર્થ નીકળે છે. ઉક્ત કાવ્યો ઉપરાંત અનેકાર્થવિષયક કેટલાંય સ્તોત્રો રચાયેલાં મળે છે, જેમકે જ્ઞાનસાગરસૂરિરચિત નવખંડપાર્શ્વનાથસ્તવ, સોમતિલકસૂરિચિત વિવિધાર્થમયસર્વજ્ઞસ્તોત્ર, રત્નશેખરસૂરિરચિત નવગ્રહગર્ભિતપાર્શ્વસ્તવન તથા પાર્શ્વસ્તવ, મેઘવિજયરચિત પંચતીર્થસ્તુતિ, સમયસુન્દરરચિત યર્થકર્ણપાર્થસ્તવ આદિ. અહીં સંધાન વિષયક બે કાવ્યોનો વિશેષ પરિચય આપ્યો છે. દ્વિસન્ધાનમહાકાવ્ય આ મહાકાવ્યમાં ૧૮ સર્ગ છે. આ કાવ્યનો પ્રત્યેક શ્લોક બે અર્થ આપે છે. તેથી કાવ્યનું નામ દ્વિસંધાન રાખ્યું છે. તેનું બીજું નામ રાઘવપાંડવીય પણ છે. આ નામ કાવ્યની કથાવસ્તુને સૂચિત કરે છે, અર્થાત્ આ કાવ્યમાં રામાયણ અને મહાભારતની કથા એક સાથે ઘણી જ કુશળતાથી ગ્રથિત કરવામાં આવી છે. આ બન્ને મહાકાવ્યોનું કથાચક્ર ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું અવિભાજ્ય અંગ બની ગયું છે અને કોઈ પણ કવિ એકી વખતે એકી સાથે બન્નેની વિષયવસ્તુને જો ગ્રહણ કરે તો તે સરળતાથી તેમ કરી શકે છે. ખાસ કરીને એટલા માટે કે આ કથાઓનું વર્ણન કરતાં અનેક સ્વતન્ત મહાકાવ્યો મળે છે જેમાં કોઈ એકના ચયન અને વિવેચનને માટે અનેક પ્રકારના વિચાર અને સંદર્ભો આપવામાં આવ્યાં ૧. એજન, ભાગ ૮, કિરણ ૧, પૃ. ૨૪માં શ્રી અગરચન્દ નાહટાનો લેખ. ૨. કાવ્યમાલા સિરિઝ, સંખ્યા ૪૯, મુંબઈ, ૧૮૯૫; જિનરત્નકોશ, પૃ. ૧૮૫; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી નેમિચન્દ્રની ટીકા સાથે પ્રકાશિત, ૧૯૭૦; આ કાવ્યના મહાકાવ્યત્વ અને અન્ય ગુણો માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૬ ૩-૩૮૭. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy