SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય ૪૫૧ વગેરે – જૈન સિદ્ધાન્ત ભાસ્કરના પ્રથમ ભાગમાં તથા જૈનહિતૈષી, વર્ષ ૬, ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૨૦-૨૧ તથા ભટ્ટારક સમ્પ્રદાયમાં મળે છે. ઉક્ત સ્વતન્ત્ર રચનાઓ ઉપરાંત શિલાલેખો અને તામ્રપત્રોના પ્રારંભ અને અન્તમાં બહુધા જૈનાચાર્યો તથા ધર્મગુરુઓની વિસ્તીર્ણ પટ્ટાવલીઓ આપવામાં આવી છે : જેમકે – જૈનશિલાલેખસંગ્રહ (ડૉ. હીરાલાલ જૈન સંપાદિત), ભાગ ૧માં શ્રવણબેલગોલામાંથી મળેલ લેખ સંખ્યા ૧ અને ૧૦૫ તથા ૪૨, ૪૩, ૪૭ અને ૫૦માં દિગંબર સંપ્રદાયના આચાર્યોની, શત્રુંજય તીર્થના આદિનાથ મંદિરના શિલાલેખમાં (વિ.સં. ૧૬૫૦) તપાગચ્છની પટ્ટાવલી અને અણહિલપાટણના એક લેખ (એપિ. ઈન્ડિકા, ભાગ ૧, પૃ. ૩૧-૩૨૪)માં ખરતરગચ્છના ઉદ્યોતનસૂરિથી જિનસિંહસૂરિ સુધીના ૪૫ આચાર્યોની પટ્ટાવલીઓ આપી છે. પ્રત્યેક સંઘ, ગણ અને ગચ્છની પટ્ટાવલીમાં ભગવાન મહાવીરથી શરૂ કરીને આજ સુધીના જૈન પટ્ટધર આચાર્યોની શૃંખલાબદ્ધ પરંપરા સુરક્ષિત છે અને ગુરુશિષ્ય પરંપરાના રૂપમાં ઉલ્લેખ કરતાં સાથે સાથે જૈન સંઘના આચાર્યોનાં યશસ્વી કાર્યોનું વિવરણ પણ ગૂંથી લેવામાં આવ્યું છે. અહીં અમે કેટલીક પટ્ટાવલીઓ યા ગુર્નાવલિઓનો પરિચય આપીશું. વિચારશ્રેણી યા સ્થવિરાવલી આમાં પટ્ટધર આચાર્યોની પરંપરાની સાથે સાથે કેટલાક રાજાઓની પરંપરાગત તિથિઓ સહિત સૂચી આપવામાં આવી છે, તે ઈતિહાસની દષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થઈ છે. બન્ને રા'થી શરૂ થનારી કેટલીક પ્રાકૃત ગાથાઓની વૃત્તિના રૂપે સંસ્કૃત ગદ્યમાં લખાયેલી આ રચના છે. તેમાં ભગવાન મહાવીર અને વિક્રમાદિત્ય ૧. ભાગ ૨૦, પૃ. ૩૪૧માં Two Pattavalis of the Saraswati Gaccha of Digambara Jains અને ભાગ ૨૧, પૃ. ૫૭માં Three further Pattavalis of Digambaras. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૨; જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩૦૪, સન્ ૧૯૨૫; આનું સંક્ષિપ્ત વિવરણ જર્નલ ઓફ ધ બોમ્બ બ્રાંચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૯, પૃ. ૧૪૭માં આપ્યું છે. લેખકે પોતાના ગ્રન્થPolitical History of Northern India from Jain Sourcesમાં આનો ખાસ્સો ઉપયોગ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy