SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ જૈન કાવ્યસાહિત્ય દિગંબર સંપ્રદાયની પટ્ટાવલીઓનું પ્રાચીન રૂપ કેટલાક પ્રાચીન શિલાલેખોમાં તથા તિલોયપણત્તિ, પખંડાગમના વેદનાખંડની ધવલા ટીકા, કસાયપાહુડની જયધવલા ટીકા, જિનસેનકૃત આદિપુરાણ, દ્વિતીય જિનસેનકૃત હરિવંશપુરાણ, ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ અને ઈન્દ્રનદિના શ્રાવતાર (લગભગ ૧૬મી સદી)માં મળે છે. આ બધામાં આપવામાં આવેલી આચાર્યપરંપરાઓ કેવલી, ચતુર્દશપૂર્વધર, દશપૂર્વધર, એકાદશાંગધર વગેરે આચાર્યો સુધીની છે. મધ્યકાળમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં જૈનાચાર્યોના વિવિધ સંઘ, ગણ, ગચ્છ ઉદયમાં આવ્યા અને તેમનો સંબંધ પ્રાચીનકાળની પટ્ટધરપરંપરા સાથે છે એ દર્શાવવા માટે અનેક પ્રકારની શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની પટ્ટાવલીઓ અને ગુર્નાવલિઓ રચવામાં આવી. વર્તમાન કાળમાં આ પટ્ટાવલીઓના સારા મોટા સંગ્રહો પ્રકાશિત થયા છે, તેમાં શ્વેતાંબર પટ્ટાવલીઓના સંગ્રહો ઉલ્લેખનીય છે – મુનિ દર્શનવિજયે સંપાદિત કરેલો પટ્ટાવલીસમુચ્ચય બે ભાગમાં; મુનિ જિનવિજયજીએ સંપાદિત કરેલ વિવિધગચ્છીય પટ્ટાવલીસંગ્રહ અને ખરતરગચ્છ બૃહદ્ગુર્વાવલિ; ૫. કલ્યાણવિજયગણિકૃત પટ્ટાવલીપરાગસંગ્રહ અને મુનિ હસ્તિમલે સંકલિત કરેલો પટ્ટાવલીપ્રબન્ધસંગ્રહ વગેરે. દિગંબર સંપ્રદાયની અનેક પટ્ટાવલીઓ – જેમકે સેનગણ પટ્ટાવલી, નંદિસંઘ બલાત્કારગણ સરસ્વતીગચ્છ પટ્ટાવલી, મૂલ (નન્દિ) સંઘની બીજી પટ્ટાવલી, શુભચન્દ્રાચાર્યની પટ્ટાવલી અને કાઠાસંઘ ગુર્વાવલિ ૧. ડૉ. વિદ્યાધર જોહરાપુરકર સંપાદિત ભટ્ટારક સમ્પ્રદાયના પ્રારંભમાં આમાંથી કેટલીકનું સંક્ષિપ્ત વિવરણ આપવામાં આવ્યું છે. ૨. પટ્ટાવલીઓ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી અને કન્નડ ભાષાઓમાં લખાયેલી મળે છે. ૩. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૧, પૃ. ૨૪૫-૨૫૬માં Extracts from the Historical Records of the Jains અંતર્ગત ખરતરગચ્છ પટ્ટાવલી (સં. ૧૮૭૬)માં ૭) શ્વેતામ્બર પટ્ટધરોનો તથા તપાગચ્છ પટ્ટાવલીમાં (સં. ૧૭૩૨) ૬૧ પટ્ટધરોનો પરિચય આપવામાં આવ્યો છે. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૨૩, પૃ. ૧૬૯-૧૮૨માં Pottavalis of the Anchala Gaccha and other Gacchashi 9 u$lacul અને ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૯, પૃ. ૨૩૩-૨૪૨માં Pattavali of Upakesha Gaccha આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy