SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય ૪૦૯ ભરેલું છે. આ કાવ્યનું વિવેચન અમે કથાસાહિત્યના પ્રકરણમાં કરી દીધું છે. તે વસ્તુપાલ-તેજપાલ આ બે મંત્રીઓને નિમિત્ત બનાવી નાટક, પ્રશસ્તિઓ, શિલાલેખ વગેરે રચાયાં છે, તે બધાંમાં તત્કાલીન ગુજરાતના ઈતિહાસને જાણવા માટે ઘણી સામગ્રી મળે છે. સમકાલિક સાહિત્યમાં જયસિંહસૂરિએ રચેલું હમ્મીરમદમદન નાટક વસ્તુપાલના રાજનૈતિક અને ફોજી જીવનના નિરૂપણમાં ઉપયોગી છે કારણ કે તેમાં મુસ્લિમ આક્રમણને વિફલ કરનારી યુદ્ધનીતિનું વર્ણન નાટકીય શૈલીમાં કરવામાં આવ્યું છે. આ નાટકનો વિશેષ પરિચય અમે હવે પછી આપવાના છીએ. જિનભદ્રની (ઈ.સ.૧૨૩૪) પ્રબન્ધાવલીમાં વસ્તુપાલના જીવનની કેટલીક એવી ઘટનાઓની તરફ ઈશારો કરવામાં આવ્યો છે જે ઘટનાઓ મુખ્ય કાલક્રમની સમસ્યાઓને ઉકેલવામાં પરમ સહાયક બની છે. તેવી રીતે નરેન્દ્રપ્રભસૂરિની વસ્તુપાલપ્રશસ્તિ, ઉદયપ્રભસૂરિની સુકૃતકીર્તિકલ્લોલિની અને વસ્તુપાલસ્તુતિ તથા જયસિંહસૂરિકૃત વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમનો પરિચય પ્રશસ્તિકાવ્યોમાં આપીશું. પછીના સમયની સાહિત્યિક સામગ્રીમાં મેરૂતુંગની પ્રબન્ધચિન્તામણિ (ઈ.સ. ૧૩૦૫), રાજશેખરનો પ્રબન્ધકોશ (ઈ.સ. ૧૩૪૯) અને પુરાતનપ્રબન્ધસંગ્રહ (જેમાં ૧૩મી, ૧૪મી, ૧૫મી સદીના અનેક પ્રબન્ધ સંકલિત છે), જિનપ્રભસૂરિનો વિવિધતીર્થકલ્પ તથા જિનહર્ષગણિનું વસ્તુપાલચરિત છે. તેમનો પરિચય યથાસ્થાન આપવામાં આવશે. તેવી જ રીતે વસ્તુપાલ-તેજપાલના જીવનને લગતા અનેક શિલાલેખો મળે છે તથા ગ્રન્થપ્રશસ્તિઓ પણ મળે છે. તેમનો પણ યથાસંભવ પરિચય દેવા પ્રયત્ન કરીશું. - ચૌદમી-પંદરમી સદીના અનેક જૈન વિદ્વાનોએ ઐતિહાસિક મહાકાવ્યોની રચના કરી છે. ચૌલુક્ય રાજા કુમારપાલ ઉપર રચાયેલાં કેટલાંક કાવ્યોનો ઉલ્લેખ અમે પૌરાણિક મહાકાવ્યોનો પરિચય દેતી વખતે કર્યો છે. ત્યાં તેમનું ઐતિહાસિક મહત્ત્વ બતાવ્યું ન હતું. અહીં અમે તેમાંથી કેટલાંકનો પરિચય આપીએ છીએ. ૧. જુઓ, પૃ. ૨૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy