SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ કવિપરિચય અને રચનાકાળ આ કાવ્યના સર્જક બાલચન્દ્રસૂરિ છે. પ્રથમ સર્ગમાં કવિએ પોતે જૈન મુનિ થયા પહેલાંના જીવનનો પરિચય આપ્યો છે. તે મુજબ તે મોઢે૨ક ગ્રામવાસી ધરાદેવ બ્રાહ્મણ અને તેમની પત્ની વિદ્યુતના મુંજાલ નામના પુત્ર હતા. બાલ્યાવસ્થામાં જ વિરક્ત થઈ મુંજાલે જૈની દીક્ષા ગ્રહણ કરી. તેમના ગુરુ ચન્દ્રગચ્છીય હરિભદ્રસૂરિએ તેમનું દીક્ષાનું નામ બાલચન્દ્ર રાખ્યું. બાલચન્દ્રે પોતાના સમયના પ્રસિદ્ધ વિદ્વાન પદ્માદિત્ય પાસે શિક્ષણ લીધું તથા વાદિદેવગચ્છના ઉદયપ્રભસૂરિ પાસેથી સારસ્વત મન્ત્ર પ્રાપ્ત કર્યો જેના ફલસ્વરૂપ તે મહાકવિ બની પ્રસ્તુત કાવ્યની રચના કરી શક્યા. - -- દીક્ષાગુરુ હરિભદ્રે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં બાલચન્દ્રને પોતાના પદ ઉપર આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. પ્રબન્ધચિન્તામણિમાં કહ્યું છે કે વસ્તુપાલે બાલચન્દ્રની કવિત્વશક્તિથી પ્રસન્ન થઈને તેમના આચાર્યપદના મહોત્સવમાં એક હજા૨ દ્રમ્મ ખર્ચ કર્યો. બાલચન્દ્રસૂરિએ ‘કરુણાવજાયુધ’ નામનું પાંચ અંકોવાળું નાટક પણ રચ્યું છે, વસ્તુપાલની એક સંઘયાત્રા વખતે શત્રુંજયમાં યાત્રાળુઓના વિનોદાર્થ આદિનાથ મંદિરમાં આ નાટક ભજવાયું હતું. આ ઉપરાંત બાલચન્દ્રસૂરિએ આસડ કવિકૃત ‘વિવેકમંજરી' તથા ‘ઉપદેશકંદલી’ નામના ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. વસન્તવિલાસ કવિની અંતિમ કૃતિ છે અને તે વસ્તુપાલના મરણ પછી લખાઈ હતી કારણ કે તેમાં વસ્તુપાલના સ્વર્ગગમનનું વર્ણન છે. વસ્તુપાલનું મરણ સં. ૧૨૯૬માં થયું હતું. આ કાવ્યની રચના વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહના મનોવિનોદ માટે કરવામાં આવી હતી. જૈત્રસિંહને પોતાના પિતાના જીવનકાળમાં જ સં. ૧૨૭૯માં ખંભાતના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમનું આયુ ૨૫ વર્ષ લગભગ રહ્યું હશે અને વસ્તુપાળના મૃત્યુ સમયે તેમનું આયુ ૪૨-૪૩ વર્ષ રહ્યું હશે. જો તે ૮૦ વર્ષનું આયુ પૂરું કરી મર્યા હતા તો તેમનું મરણ સં. ૧૩૩૩-૩૪ લગભગ થયું હશે. આ કાવ્યની રચના જૈત્રસિંહના જીવનકાળમાં જ થઈ ગઈ હતી એટલે તેની રચનાનો સમય સં. ૧૨૯૬થી સં. ૧૩૩૪ વચ્ચેનો મનાવો જોઈએ. જૈન કાવ્યસાહિત્ય Jain Education International વસ્તુપાલના જીવન પર લખાયેલું બીજું ઐતિહાસિક કાવ્ય છે સંઘપતિચરિત્ર અપરનામ ધર્માભ્યુદયકાવ્ય. તેના પ્રથમ સર્ગમાં વસ્તુપાલની વંશપરંપરા તથા વસ્તુપાલ મન્ત્રી બન્યાનો નિર્દેશ છે. અન્તિમ સર્ગમાં વસ્તુપાલની સંઘયાત્રાનું ઐતિહાસિક વિવરણ આપવામાં આવ્યું છે. આ કાવ્ય અધિકાંશ ધર્મકથાઓથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy