SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૭૫ કુમારપાળના ઉદય પછી તેના જેવા રાજા વિક્રમાદિત્યના જીવનના ઉક્ત પાસાએ જૈન કવિઓને આકર્ષ્યા અને તેને પરમ દાની તથા અનેકવિધ અલૌકિક શક્તિઓનો પુંજ માન્યો. દાનના માટે તેને સુવર્ણપુરુષની પ્રાપ્તિની તથા અલૌકિક કાર્યો માટે તેની અગ્નિવેતાલની સિદ્ધિની કલ્પના કરવામાં આવી છે. કુમારપાળના પછી સો વર્ષ બાદ તો વિક્રમ એક આદર્શ જૈન રાજા જ મનાયા. - સં. ૧૨૦૦ પછી વિક્રમને દાન્ત રૂપે રજૂ કરનારો ગ્રંથ છે સોમપ્રભાચાર્યનો કુમારપાલપ્રતિબોધ (સં.૧૨૪૧). તેમાં વિક્રમના પરપુરપ્રવેશની નિન્દા તથા તેના પરોપકાર-દયાભાવોની પ્રશંસા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેણે સુવર્ણપુરુષ દ્વારા યાચકોને સુખી કર્યા હતા અને વિવિધ ઋદ્ધિઓ દ્વારા પ્રજાની ઉન્નતિ કરી હતી. ત્યાર પછી પ્રભાચન્દ્રના “પ્રભાવક ચરિત' (સં.૧૩૩૪)માં અનેક વાતો વિક્રમ વિશે કહેવામાં આવી છે, જેમકે ભૃગુપુર (ભરૂચ) તીર્થનો ઉદ્ધાર, વાયટમાં મહાવીર જિનાલયનું નિર્માણ, તેને ધર્મલાભ કહેતાં જ સિદ્ધસેનને એક કરોડ રૂપિયા આપવા, વગેરે. મેરૂતુંગે “પ્રબન્ધચિન્તામણિ' (સં.૧૩૬૧)માં વિક્રમ વિશે સૌપ્રથમ એક સ્વતંત્ર પ્રબન્ધ રચ્યો છે. તેમાં તેને જન્મથી દરિદ્ર, બાલ્યકાળમાં રાજ્યમાંથી નિષ્કાસિત અને પછી તેને રાજ્યપ્રાપ્તિ, તેના અનેક ચમત્કારો વગેરેની વાતો કહેવામાં આવી છે. જિનપ્રભસૂરિના વિવિધતીર્થકલ્પમાં (સં.૧૩૬પ-૧૩૯૦) જો કે વિક્રમનું જીવનવૃત્ત આપ્યું નથી પરંતુ વિવિધ પ્રસંગોએ તેને જૈન ધર્મના પ્રસારકના રૂપમાં દર્શાવવામાં આવેલ છે. તેવી જ રીતે રાજશેખરના પ્રબન્ધકોશ'માં (સં.૧૪૦૫) વિક્રમાદિત્યનું સ્વતંત્રપણે જીવનવૃત્ત આપવામાં નથી આવ્યું પરંતુ તેના અનેક જીવનપ્રસંગોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમાં વિક્રમાદિત્યના પુત્ર વિક્રમસેનની કથાના પ્રસંગમાં ચાર પુતળીઓની કથા આપવામાં આવી છે, તે ચારમાંથી ત્રણ તો કથાસરિત્સાગરમાં કહેવાયેલી “વેતાલપંચવિશતિ'ની કથા સાથે મેળ ખાય છે. પ્રબન્ધસાહિત્યમાં વિક્રમાદિત્યના લઘુચરિત્રની સાથે વિશેષપણે અનેક લોકકથાઓ ગૂંથવામાં આવી છે.' ૧. વિશેષ વિવરણ માટે જુઓ વિક્રમ વોલ્યુમ, સિંધિયા પ્રાચ્ય પરિષદુ, ઉર્જનથી સને ૧૯૪૮માં પ્રકાશિત, પૃ. ૬૩૭૬૭૦ ઉપર હરિ દામોદર વેલકરનો લેખ “વિક્રમાદિત્ય ઈન જૈન ટ્રેડિશન'. ઉક્ત ગ્રન્થમાં વિક્રમાદિત્યની ઐતિહાસિકતા ઉપર અનેક મહત્ત્વપૂર્ણ લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy