________________
૩૫૮
જેન કાવ્યસાહિત્ય
કનકકુશલકૃત રોહિણ્યશોકચન્દ્રકૃપકથા તથા રોહિણેયકથાનો પરિચય વ્રતકથાઓના પ્રસંગમાં આપવામાં આવ્યો છે.
ચમ્પકમાલાકથા - સુપાસનાચરિયમાં સમ્યક્તપ્રશંસામાં ચમ્પકમાલાનું દષ્ટાન્ત આવ્યું છે. ઉક્ત કથાનકને લઈને સ્વતંત્ર કથાગ્રન્થની રચના કરવામાં આવી છે. ચમ્પકમાલા ચૂડામણિશાસ્ત્રની પંડિતા હતી અને આ શાસ્ત્રની સહાયતાથી જાણતી હતી કે તેનો પતિ કોણ થશે અને તેને કેટલાં બાળકો થશે.
આની રચના તપાગચ્છીય મુનિવિમલના શિષ્ય ભાવવિજયગણિએ સં. ૧૭૦૮માં કરી હતી. ભાવવિજયની અન્ય રચનાઓમાં ઉત્તરાધ્યયનટીકા (સં.૧૯૮૧) તથા ષત્રિશતજલ્પવિચાર મળે છે.
બીજી રચના ૨૦મી સદીના તપાગચ્છાચાર્ય યતીન્દ્રસૂરિએ સંસ્કૃત ગદ્યમાં ચમ્પકમાલાચરિત્ર શીર્ષક નીચે કરી છે. તેનો રચનાકાલ સં. ૧૯૯૦ છે.
કલાવતીચરિત – શીલના માહાભ્યને દર્શાવવા માટે કલાવતીનું ચરિત્ર સંસ્કૃત-પ્રાકૃત બન્ને પ્રકારની રચનાઓમાં મળે છે. અજ્ઞાતકર્તક પ્રાકૃત કલાવતીચરિતની એક હસ્તલિખિત પ્રતિમાં સં. ૧૨૯૧ આપવામાં આવ્યો છે. સંસ્કૃત શ્લોકોમાં નિબદ્ધ અજ્ઞાતકર્તક કલાવતીકથા પણ મળે છે.
કમલાવતીચરિત – આમાં મેઘરથ રાજા અને રાણી કમલાવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. રાજારાણી સંસારથી વિરક્ત થઈ જાય છે પણ રાણી કમલાવતી નાના દૂધપીતા બાળકને કારણે ૨૦ વર્ષ ઘરમાં શીલ પાળતી રહે છે અને પુત્રને ગાદીએ બેસાડી દીક્ષા લઈ લે છે. આના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચના મળે છે. ગુજરાતીમાં વિજયભદ્ર (૧૫મી સદી) કૃત કમલાવતી રાસ મળે છે.
કનકાવતીચરિત – આને રૂપસેનચરિત્ર પણ કહે છે. તેમાં રૂપસેન રાજા અને રાણી કમલાવતીનું આખ્યાન વર્ણવાયું છે. સંસ્કૃતમાં જિનસૂરિરચિત (અજ્ઞાતકાલ)
૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૪ ૨. એજન, પૃ. ૧૨૧; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૦ ૩. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૨ ૪-૫.જિનરત્નકોશ, પૃ. ૩૪ ૬. એજન, પૃ. ૬૭ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org