________________
કથાસાહિત્ય
ગુણસુન્દરીચરિત આમાં પુણ્યપાલ રાજાની રાણી ગુણસુન્દરીના શીલનું અદ્ભુત વર્ણન છે. તેને પુણ્યપાલરાજકથા પણ કહે છે. તેની પ્રાચીન પ્રતિઓ સં. ૧૬૫૮ અને ૧૬૭૬ની મળે છે. કર્તાનું નામ જ્ઞાત નથી. આ કથાનક ઉપર ગુજરાતીમાં જિનકુશલસૂરિએ સં.૧૬૬૫માં ગુણસુન્દરીચતુષ્પદીની રચના કરી છે. ગુજરાતીમાં અન્ય રચનાઓ પણ છે.
પદ્મશ્રીકથા આ પ્રાકૃતમાં રચાયેલી ૩૧૮ ગ્રન્થાગ્રપ્રમાણ' લઘુ કથા છે. તેમાં નાયિકા પદ્મશ્રી પોતાના પૂર્વભવમાં એક શેઠની પુત્રી હતી, તે બાલવિધવા બની પોતાનું જીવન પોતાના બે ભાઈઓ અને તેમની પત્નીઓ સાથે એક બાજુ ઈર્ષ્યા અને સન્તાપમાં તો બીજી બાજુ ધર્મસાધનામાં વીતાવતી રહી. બીજા જન્મમાં પૂર્વ પુણ્યના ફળરૂપે તે રાજકુમારી બની. પરંતુ જે પાપકર્મ બાકી રહ્યું હતું તેના પરિણામે તેને પતિપરિત્યાગનું દુ:ખ ભોગવવાનું આવ્યું, તેમ છતાં સંયમ અને તપસ્યાના બળે છેવટે તેને કેવળજ્ઞાન થયું અને તે મોક્ષે ગઈ.
તેના કર્તાનું નામ અને તેનો રચનાસમય અજ્ઞાત છે. આ કથાનક ઉપર અપભ્રંશમાં કવિ ધાહિલે પઉમસિરિચરિઉ રચ્યું, તે મળે છે.
રોહિણીકથા નારી પાત્રોમાં રોહિણીની કથા વિભિન્ન રૂપોમાં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપદેશપ્રાસાદમાં ત્રણ વિભિન્ન રોહિણી નામની નારીઓની કથા આપવામાં આવી છે. એક રોહિણી વિકથા કરનારી, બીજી વ્રતનું પાલન કરનારી અને ત્રીજી સતી. શુભશીલગણિકૃત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં રોહિણી સતીની કથા આપી છે.
―
સ્વતંત્ર રચનાઓના રૂપમાં પ્રાકૃતમાં એક કૃતિ ૧૩૪ ગાથાઓમાં રૂપવિજયગણિની છે, બીજી અજ્ઞાતર્તૃક ચાર પ્રસ્તાવોવાળી છે, તથા ત્રીજીનો ઉલ્લેખ નન્દિતાચના ગાહાલ ખણમાં રોહિણીચરિત્ર તરીકે મળે છે. સંસ્કૃતમાં ભાનુકીર્તિ અને નરેન્દ્રદેવની રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અજ્ઞાતકર્તૃક કેટલીક રોહિણીકથાઓ અને રોહિણીચરિત્રો પણ મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૫, ૨૫૧ ૨. એજન, પૃ. ૧૦૫
૩. એજન, પૃ. ૨૩૪
૪. સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રકાશિત
૫-૧૦.જિનરત્નકોશ, પૃ. ૩૩૩
Jain Education International
૩૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org