________________
કથાસાહિત્ય
મોક્ષે ગયા.
૧
આ કથાનકને લઈને પ્રાકૃત ભાષામાં નિવ્વાણલીલાવઈ નામની કથાકૃતિ સં. ૧૦૮૨ અને ૧૦૯૫ વચ્ચે આશાપલ્લીમાં જિનેશ્વરસૂરિએ રચી છે. આખી કૃતિ પ્રાકૃત પદ્યોમાં છે પરંતુ તે આજ સુધી અનુપલબ્ધ છે. તેનો ઉલ્લેખ અનેક ગ્રન્થોમાં આવે છે અને તેના પદલાલિત્ય વગેરે ગુણોની પ્રશંસા કરવામાં આવી છે. જિનેશ્વરસૂરિનો પરિચય તેમની અન્ય રચના કથાકોષપ્રકરણની સાથે આપવામાં આવ્યો છે.
ઉક્ત પ્રાકૃત રચનાના કથાનકને આધાર બનાવીને સંસ્કૃતમાં નિર્વાણલીલાવતીકાવ્યની રચના એકવીસ ઉત્સાહોમાં કરવામાં આવી છે. તેની રચના ૫૩૫૦ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક ઉત્સાહના અંતે પુષ્પિકા છે. તેમાં કવિએ જિનેશ્વરસૂરિનું ઋણ સ્વીકાર્યું છે. આ જિનાંક મહાકાવ્ય છે અને તેને મહાકાવ્યોચિત લક્ષણોથી વિભૂષિત કરવાનો પ્રયત્ન સ્પષ્ટ જણાય છે. આ કાવ્યની શૈલીને અલંકારોથી સુશોભિત કરવામાં આવી છે. એમ તો કાવ્યમાં અધિકતઃ અનુભ્ છંદમાં જ કથા કહેવામાં આવી છે પરંતુ પાંચમા અને બારમા ઉત્સાહોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે.
કાવ્યના અંતે કર્તાએ પ્રશસ્તિ આપી છે. તેનાથી તેના કર્તા જિનરત્નસૂરિની ગુરુપરંપરા ઉપર પ્રકાશ પડે છે. તે સુધર્માગચ્છના હતા. આ જ ગચ્છમાં પ્રાકૃત મહાકાવ્ય નિવ્વાણલીલાવઈના સર્જક જિનેશ્વરસૂરિ થયા હતા. તેમની શિષ્યપરંપરામાં ક્રમશ જિનચન્દ્રસૂરિ – નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ જિનચન્દ્રસૂરિ જિનપતિસૂરિ જિનેશ્વરસૂરિ થયા. આ જિનેશ્વરસૂરિના શિષ્ય જિનરત્નસૂરિ થયા.
ખરતરગચ્છ બૃહદ્ ગુર્વાવલિમાં દર્શાવ્યું છે કે જિનરત્નસૂરિનું પૂર્વનામ વિજયવર્ધનગણિ હતું. જિનેશ્વરસૂરિએ તેમને વાગ્ભટમેરુ (બાડમેર)માં સં. ૧૨૮૩ના માઘ મહિનાની કૃષ્ણ ૬ના દિને દીક્ષા આપી હતી. સં. ૧૩૦૪ના વૈશાખ સુદી ૧૪ના દિને જિનેશ્વરસૂરિએ વિજયવર્ધનગણિને આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા અને તેમને જિનરત્નસૂરિ નામ આપ્યું. સં. ૧૩૨૬માં જિનેશ્વરસૂરિના નેતૃત્વમાં તથા સં.૧૩૩૯માં જિનપ્રબોધસૂરિના નાયકત્વમાં કાઢવામાં આવેલી સંઘયાત્રાઓમાં
૩૪૫
-
૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૮
૨. એજન, પૃ. ૩૩૮
૩. નિર્વાણલીલાવતી, પ્રશસ્તિ, શ્લોક ૧૩-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org