________________
૩૪૪
જેન કાવ્યસાહિત્ય
કહેવામાં આવી છે. કુવલયમાલાની જેમ જ તેનું નામ પણ આ કથાઓના એક નાયિકાપાત્રના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને કથાઓને પૂર્વભવોનાં દૃષ્ટાન્તો દ્વારા સાંકળી લેવામાં આવી છે.
આ કથાનક સંક્ષેપમાં નીચે મુજબ છે : રાજગૃહ નગરમાં સિંહ નામનો એક રાજપુત્ર હતો. તેનું લગ્ન એક સામન્તની પુત્રી લીલાવતી સાથે થયું. રાજા-રાણીના મૃત્યુ પછી સિંહે રાજ્યપદ પ્રાપ્ત કર્યું અને પોતાના મિત્ર જિનદાસના સંપર્કથી તે જૈનધર્મી બની ગયો. એક વખત જિનદત્તના ધર્મગુરુ સમરસેન રાજગૃહમાં આવે છે અને તે બધાં તેમનો ઉપદેશ સાંભળવા જાય છે. રાજા સિંહ મુનિના અનુપમ વ્યક્તિત્વથી પ્રભાવિત થયો અને તેણે તેમને પોતાનો પરિચય આપવા વિનંતી કરી. મુનિએ પોતાની અને પોતાના પૂર્વભવના સાથીઓની કથાઓ સંભળાવતાં કહ્યું કે કૌશામ્બીમાં વિજયસેન રાજા, જયસેન મંત્રી, શૂર પુરોહિત, પુરંદર કોષાધ્યક્ષ તથા સાર્થપતિ ધન પોતપોતાનાં કર્તવ્યોનું પાલન કરતા રહેતા હતા. તે નગરમાં સુધર્મ મુનિ આવ્યા એટલે વિજયસેન વગેરે પાંચે જણ તેમને સંસારના દુઃખોનું કારણ પૂછવા ગયા. મુનિ ઉક્ત પંચ દોષયુગલોને સંસારનું કારણ બતાવે છે અને તેમનું ફળ ભોગનાર ક્રમશઃ રાજપુત્ર રામદેવ, રાજપુત્ર સુલક્ષણ, વણિકપુત્ર વસુદેવ, રાજકુમાર વજસિંહ તથા રાજપુત્ર કનકરથની દૃષ્ટાન્તકથાઓ કહે છે. ત્યાર પછી સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોને વશ થવાથી મળતાં તેમનાં કુફળને સૂચવતી પાંચ કથાઓના પ્રસંગમાં શ્રોતા તરીકે ઉપસ્થિત વિજયસેન રાજા વગેરે પાંચ વ્યક્તિઓના પૂર્વભવની કથાઓ કહે છે, તે કથાઓ સાંભળી બધા વૈરાગ્ય પામે છે અને તપસ્યા કરી સ્વર્ગે જાય છે. ત્યાં તે બધાએ આગલાં જન્મો સુધારવા માટે એકબીજાને પ્રતિબોધ કરવાની પ્રતિજ્ઞા લીધી. સ્વર્ગથી યુત થઈ તે બધા જુદાં જુદાં સ્થળે મનુષ્ય તરીકે જન્મે છે. જયસેન મંત્રીનો જીવ સમરસેન નામનો રાજપુત્ર થયો પરંતુ તે કુસંસ્કારોને કારણે શિકારી બની ગયો. પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર તેને પુરોહિત શૂરના જીવ એક દેવે હિંસા છોડી દેવા ઉપદેશ કર્યો, એટલે તે રાજપુત્ર દીક્ષા લઈ મુનિ થઈ ગયો. તપસ્યાના પ્રભાવથી મુનિ સમરસેન પોતાના પૂર્વભવના મિત્રોને જાણી લે છે અને તેમને ધર્મમાર્ગે ચડાવવા માટે તેમને પ્રતિબોધ દેવા ભ્રમણ કરે છે. | મુનિ બતાવે છે કે જયસેનનો જીવ સમરસેન હું જ છું અને વિજયસેન રાજાના જીવ રાજા સિંહને અને સાર્થવાહ ધનના જીવ લીલાવતીને, જે બન્ને મારી સામે ઉપસ્થિત છે તેમને, પ્રતિબદ્ધ કરવા હું આવ્યો છું. આ સાંભળી લીલાવતી અને સિહને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેમણે જેની દીક્ષા ગ્રહણ કરી, અને તપસ્યા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org