________________
૩૪૦
જેન કાવ્યસાહિત્ય
પુરુષોનો દ્વેષ કરતી હતી. કોઈ પુરુષનું મુખ પણ જોવા ઈચ્છતી ન હતી. તેના વિશે એક મુનિરાજે કહ્યું હતું કે અયોધ્યાના રાજાનો પુત્ર કુવલયચન્દ્ર સમસ્યાપૂર્તિ દ્વારા તેને વશ કરી તેની સાથે લગ્ન કરશે.
માર્ગમાં યક્ષ જિનેશ્વર, વનસુન્દરી એણિકા, રાજપુત્ર દર્પફલિહ આદિનાં વૃત્તાન્તો તે જાણી લે છે, પછી વિજયાનગરીમાં જઈને કુવલયમાલાની પાદપૂર્તિ કરી તેની સાથે લગ્ન કરી લે છે અને તેને લઈને સ્વદેશ પાછો ફરે
છે.
કુવલયચન્દ્ર પાછો આવતાં તેના પિતા રાજા દઢવર્મા દીક્ષા ગ્રહણ કરે છે. કુવલયમાલાને થોડા સમય પછી એક પુત્ર જન્મે છે. તેનું નામ પૃથ્વીસાર રાખવામાં આવે છે. સમય પાકતાં કુવલયચન્દ્ર અને કુવલયમાલા બન્ને પૃથ્વીસારને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી લે છે. બહુ કાળ સુધી રાજ્યસુખ ભોગવી પૃથ્વી સાર પણ દીક્ષા લે છે. આ બાજુ સાગરદત્ત મુનિ અને સિંહપણ મરણ પામી દેવ તરીકે જન્મે છે. દેવાયુ પૂર્ણ થતાં ત્યાંથી શ્રુત થઈને કુવલયચન્દ્રનો જીવ ભગવાન મહાવીરના સમયમાં કાકર્દીનગરીમાં કંચનરથ રાજાના શિકારવ્યસની પુત્ર મણિરથકુમાર તરીકે જન્મ્યો. કંચનરથ રાજાની વિનંતીથી ભગવાન મહાવીર આ પુત્રના એક ભવની કથા કહે છે, તે સાંભળી વૈરાગ્ય પામી મણિરથકુમાર તેમની પાસે દીક્ષિત થઈ જાય છે. આ બાજુ મોહદત્તનો જીવ દેવલોકથી યુત થઈ રણગજેન્દ્રના પુત્ર કામગજેન્દ્ર તરીકે જન્મ લે છે. તે પોતે ભોગવેલા અનુભવોની સત્યતા ભગવાન મહાવીરના મુખે સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. લોભદેવનો જીવ દેવલોકથી યુત થઈ ત્રઋષભપુરનગરના રાજા ચન્દ્રગુપ્તના પુત્ર વજગુપ્ત તરીકે જન્મે છે. પ્રાભાતિકના શબ્દોથી પ્રતિબોધ પામી તે પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરે છે. ચંડસોમનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવી બ્રાહ્મણ યજ્ઞદેવના પુત્ર સ્વયભૂદેવ તરીકે જન્મ લે છે અને ગરુડના વૃત્તાન્તથી પ્રતિબોધ પામી ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. માયાદિત્યનો જીવ દેવલોકથી શ્રુત થઈ રાજગૃહ નગરીમાં રાજા શ્રેણિકનો પુત્ર મહારથ થાય છે અને પોતાને આવેલા સ્વપ્રનું સ્પષ્ટીકરણ ભગવાન મહાવીરના મુખે સાંભળી વૈરાગ્ય પામે છે અને દીક્ષા ગ્રહણ કરી લે છે. આયુનો અંત આવતાં તે પાંચે અંતિમ સંલેખના સ્વીકારી અન્નકૃત કેવલી થાય છે અને છેવટે સિદ્ધલોકને પામે છે.
ઉપર જણાવેલાં પાંચ પાત્રોમાંથી કુવલયચન્દ્ર અને કુવલયમાલા એ બે જ પાત્રોને મુખ્ય દર્શાવ્યાં છે. તેમને જ કથાના નાયક-નાયિકા બનાવી બાકીનાં પાત્રોની કથાઓ તેમની કથા સાથે બાંધી આખી કથાને અત્યન્ત રોચક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org