SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય તે મુનિ એક સિંહને સંલેખના કરાવી રહ્યા હતા. કુમારે મુનિને અશ્વસહિત પોતાના અપહરણનું કારણ પૂછ્યું. મુનિરાજે કહ્યું – એક વખત કૌશામ્બીનો રાજા પુરન્દરદત્ત પોતાના મંત્રી વાસવ સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં આચાર્ય ધર્મનન્દન ચારગતિસ્વરૂપ સંસાર વિશે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. રાજાએ ત્યાં બેઠેલા અનેક દીક્ષિતો સંબંધમાં અર્થાત્ ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત સંબંધમાં આચાર્યને પ્રશ્નો પૂછ્યા અને ઉત્તરમાં આચાર્યે તે પાત્રોનાં વૃત્તાન્ત કહ્યાં. તેમણે કહ્યું કે આ બધા પૂર્વજન્મોમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહથી વશીભૂત થઈ સંસારમાં ભમતા રહ્યા અને પછી દીક્ષા લઈ સંયમનું પાલન કરતા રહ્યા. પછી ધર્મનન્દન આચાર્ય ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી જાય છે. ચંડસોમ આદિ દીક્ષિત મરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. તેમણે ત્યાં એકબીજાને પ્રબુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને એક વખત ધર્મનાથ તીર્થંકરના સમવસરણમાં પહોંચી આ પાંચ દેવોએ પોતાના ભવિષ્યના વિશે પ્રશ્નો પૂછ્યા હતા. કેટલોક સમય પસાર થયા પછી લોભદેવનો જીવ દેવલોકથી ચ્યુત થઈ મનુષ્યલોકમાં સાગરદત્ત વેપા૨ી તરીકે જન્મ લે છે, અને પછી તે જ સાગરદત્ત મુનિ બની જાય છે, એ મુનિ તમારી સમક્ષ છે. પૂર્વભવનો માનભટ્ટનો જીવ તમે (પ્રશ્ન પૂછનાર) કુવલયચન્દ્ર છો અને માયાદત્તનો જીવ દક્ષિણદેશના રાજાની કુંવરી ‘કુવલયમાલા’ રૂપે જન્મ્યો છે અને ચંડસોમનો જીવ આ સિંહ છે જેને હું પ્રતિબોધ દઈ રહ્યો છું, તથા તમારા અને કુવલયમાલાથી પૃથ્વીસાર નામનો કુમાર થશે. १ સાગરદત્ત મુનિની સૂચના અનુસાર કુવલયમાલાને પ્રતિબોધ કરવાને માટે કુવલયચન્દ્ર દક્ષિણ દેશ તરફ તત્કાલ રવાના થયો. ત્યાં વિજયાનગરીના રાજા વિજયસેન અને તેની રાણી ભાનુમતીથી કુવલયમાલા જન્મી હતી. આ કન્યા બધા ૩૩૯ ૧. કુવલયમાલા, પૃ. ૧૧૧, કંડિકા ૧૯૬. માર્ગમાં શાન્ત બેઠેલા સિંહને જોઈ કુવલયચન્દ્રને પૂર્વજન્મનો સંબંધ યાદ આવી જાય છે અને તે સિંહની એવી સ્થિતિ જોઈ તે ભગવાન જિનેન્દ્રનાં વચનો યાદ કરે છે : ‘જો મેં રિયાળફ સો શિતાનું પડિવારૂ ! યો શિતાળું ડિવરફ सो ममं परियाणइ આ વાક્ય આપણને પાલિ મહાવગ્ગ (પૃ.૩૧૭)માં આવેલા બુદ્ધવચનની યાદ કરાવે છે જ્યાં કહ્યું છે કે ‘યો મિલને મં ઝપટ્ટુન્નુષ્ય સો શિતાનં ૩પ૬દ્દેથ્ય । ’ આ સામ્ય અદ્ભુત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy