________________
જૈન કાવ્યસાહિત્ય
નન્દયતિકથા આ ૬૦૦ ગ્રન્થાગ્ર પરિમાણવાળી અજ્ઞાતકર્તૃક રચના છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે નન્દ રાજકુમાર સાધુ બની ગયો હોવા છતાં પોતાની સુંદરીનું જ ધ્યાન કર્યા કરે છે. નન્દનો ભાઈ પોતાનાં અનેક ચમત્કારપૂર્ણ કાર્યો દ્વારા નન્દને સુન્દરીથી વિરક્ત કરી દે છે. આ જ વિષયનું એક નન્દોપાખ્યાન પણ મળે છે.ર
૩૩૨
--
આ કથા હિરભદ્રસ્કૃત ઉપદેશપદની ટીકા(મુનિચન્દ્રકૃત)માં આવી છે. આ મહાકવિ અશ્વઘોષના સૌન્દરનન્દની કથાવસ્તુનું જ અનુકરણ લાગે છે.
હંસરાજ-વત્સરાજકથા – પુણ્યના ફળરૂપે રૂપ, આયુ, ફુલ, બુદ્ધિ આદિ મળે છે. પુણ્યના જ ફળને દર્શાવવા માટે હંસરાજ-વત્સરાજ રાજાઓનું ચરિત વર્ણવવામાં આવ્યું છે.
આ કથા ઉપર મલધારીગચ્છના ગુણસુન્દરસૂરિના શિષ્ય સર્વસુન્દરસૂરિએ એક કૃતિ સં.૧૫૧૦માં રચી છે. તેને કથાસંગ્રહ પણ કહે છે.
બીજી કૃતિ વાચક રાજકીર્તિકૃત છે.૪ તેનો ગ્રન્થાગ્ર ૧૦૫૦ છે. એક અજ્ઞાતકર્તૃક રચનામાં ૨૪૬ શ્લોક છે. ગુજરાતીમાં જિનોદયસૂરિકૃત (સં.૧૬૮૦) હંસરાજવચ્છરાજ રાસ મળે છે.
ધનદરિત – જૈન કથા અને ઈતિહાસમાં ધનદ નામની કેટલીય વ્યક્તિઓ થઈ ગઈ છે. ધન્યશાલિભદ્રના ધન્યકુમારને પણ ધનદ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં તેના ચરિત ઉપર ધનદરાસ લખાયા છે. હરિષેણના કથાકોશમાં પણ અસત્યપરિહારના માટે એક ધનદની કથા આપવામાં આવી છે. મધ્યકાળમાં શતકત્રયના કર્તા ધનદરાજ શ્રાવકને પણ ધનદ કહેવામાં આવે છે.
ધનદચરિત્ર નામની ત્રણ કૃતિઓ આજ સુધી મળી છે. એક અજ્ઞાતકર્તૃક ધનદકથાનક ૪૦૦ શ્લોકપ્રમાણ છે. તે “નૈવ સુવિસ્તી” પદથી શરૂ થાય છે. બીજી કૃતિ સં. ૧૫૯૦માં હુમાયૂ બાદશાહના રાજ્યમાં કાષ્ઠાસંઘીય શ્રી
૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૯ ૨. એજન, પૃ. ૨૦૧ ૩-૬.એજન, પૃ. ૪૫૮ ૭. એજન, પૃ. ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org