SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જેન કાવ્યસાહિત્ય હરિબલધીવરચરિત – વર્ધમાનદેશના (શુભવર્ધનગણિ)માં જીવદયાનું મહત્ત્વ સમજાવવા માટે હરિબલ ધીવરની કથા આવે છે. આ કથાનકને લઈને સંસ્કૃતમાં હરિબલકથા અને હરિબલચરિત નામની અજ્ઞાતકર્તક રચનાઓ તથા હરિબલસમ્બન્ધ નામની પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે. વીસમી સદીના તપાગચ્છીય આચાર્ય યતીન્દ્રસૂરિએ સં. ૧૯૮૪માં હરિબલધીવરચરિતની રચના સંસ્કૃત ગદ્યમાં કરી સુન્દરનૃપકથા – આમાં ૧૬૪ શ્લોક છે. આમાં સુન્દર નૃપના સ્વદારસંતોષવ્રતપાલનની કથા છે. આના ઉપર ગુજરાતીમાં સુન્દરરાજા રાસ (સં.૧૫૫૧) આગમગચ્છના ક્ષમાકલશે રચેલો મળે છે. કુલધ્વજકથાનક – આમાં પરસ્ત્રીત્યાગવ્રતનું માહાભ્ય દર્શાવવા માટે કુલધ્વજ કુમારની કથા કહેવામાં આવી છે. આ સંસ્કૃત રચનાના કર્તાનું નામ જ્ઞાત નથી. ગુજરાતીમાં કક્કસૂરિના શિષ્ય કીર્તિહર્ષે સં. ૧૬૭૮માં કુલધ્વજકુમાર રાસ રચ્યો છે, તે મળે છે." સુસઢચરિત – રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી આ ભવ અને પરભવમાં અનેક દુઃખો મળે છે. સુસઢે ચોથા અને છઠ્ઠા વ્રતનું પાલન કરી તે દુઃખોને પાર કર્યા. મહાનિશીથની અંતિમ ચૂલામાં સુસઢનું ચરિત આલેખાયું છે. તેને લઈને દેવેન્દ્રસૂરિએ પ્રાકૃત ગાથાઓમાં એક કૃતિની રચના કરી છે. તેની હસ્તપ્રતોમાં ૪૮૭થી પ૨૦ પ્રાકૃત ગાથાઓ મળે છે. આ ચરિત્ર ઉપર લબ્ધિમુનિએ (૨૦મી સદી) સંસ્કૃતમાં એક કૃતિ રચી છે. ગુજરાતીમાં આ કથા ઉપર કેટલીય રચનાઓ થઈ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૫૯; હરિપેણના બૃહત્કથાકાશમાં આવી જ મૃગસેન ધીવરની કથા (સંખ્યા ૭૨) આપી છે. ૨. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૫ ૪. એજન, પૃ. ૯૫ ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૯૨ ૬-૭. જિનરત્નકોશ, પૃ. ૪૪૭-૪૪૮; જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી પ્રકાશિત ૮. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, બીજો ખંડ, પૃ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy