SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૨૯ મત્સ્યોદર નૃપની કથા આપી છે. આ કથા ઉપર અજ્ઞાતકર્તક રચના મળે છે.' ગુજરાતીમાં આ કથા ઉપર અનેક રાસ લખાયા છે. વીરભદ્રકથા – દુકાળમાં ઋતપાઠના દોષો દર્શાવવા માટે વીરભદ્ર મુનિની કથા હરિષણના બૃહત્કથાકોશમાં આપવામાં આવી છે. વીરભદ્રની કથાને લઈને દેવભદ્રાચાર્યે વીરભદ્રચરિતની રચના કરી છે, તે મળે છે. વળી, અજ્ઞાતકર્તક વીરભદ્રકથા અને વીરભદ્રચરિત્ર પણ મળે છે. કુરુચન્દ્રકથાનક – કરુચન્દ્ર નૃપતિની કથા હરિભદ્રના ઉપદેશપદની ટીકામાં તથા અન્ય ઔપદેશિક કથાસાહિત્યમાં આવે છે. આ ચરિતને લઈને સંસ્કૃત ગદ્યમાં એક રચના થઈ છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૪૮૯ની મળી છે પરંતુ તેના કર્તાનું નામ જ્ઞાત નથી. આ કથાને દાનપ્રદીપમાં (સં.૧૪૯૯) વસતિદાનના સંબંધમાં આપવામાં આવી છે. પ્રજ્ઞાકરકથા – શયનદાનના દૃષ્ટાન્ત તરીકે પ્રજ્ઞાકર રાજાની કથા દાનપ્રદીપમાં (ચારિત્રરત્નગણિ) આપવામાં આવી છે. તેના ઉપર અજ્ઞાતકર્તક એક સ્વતંત્ર રચના મળે છે." સુબાહુકથા – વિધિવત્ પાત્રદાનનું મહત્ત્વ દર્શાવવા માટે સુબાહુ મુનિ યા નૃપના ચરિત ઉપર ત્રણ અજ્ઞાતકર્તીક રચનાઓનો ઉલ્લેખ મળે છે. પાટણ સૂચીપત્ર અનુસાર બે રચનાઓ પ્રાકૃતમાં છે. એકમાં ૨૨૮ ગાથા અને બીજીમાં ૨૧૫ ગાથા છે. એક અજ્ઞાતકર્તક રચના સંસ્કૃતમાં પણ છે. કોઈનો રચનાકાળ આપવામાં આવ્યો નથી. ગુજરાતીમાં જિનહંસસૂરિના શિષ્ય પુણ્યસાગરે સં.૧૬૦૪માં એક સુબાહુસંધિનું નિર્માણ કર્યું હતું. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦ ૨-૪.એજન, પૃ. ૩૬૩ ૫. એજન, પૃ. ૯૪ ૬. એજન, પૃ. ૨૫૭ ૭-૯ એજન, પૃ. ૪૪૫; પાટણ ગ્રન્થભંડારસૂચી, ભાગ ૧, પૃ. ૬૧, ૯૧, ૧૪૩, ૧૬૧ ૧૦. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy