________________
૩૧૦
જેન કાવ્યસાહિત્ય
બુદ્ધિસાગરના શિષ્ય અજિતસાગરે બે રચનાઓ કરી છે.
પહેલી રચના યશોદેવના ઉક્ત કથાકોશરૂપી ગ્રન્થમાંથી કથાનક લઈને કરવામાં આવેલી ૧૩સર્ગોની બૃહતી રચના છે. આમાં ૨૪૨૫ શ્લોકો છે. આમાં બધા રસોનું આલેખન થયું છે પણ કરુણ રસની પ્રધાનતા છે. ભીમસેન અત્તરાયકર્મની પ્રબળતાને કારણે અનેક કષ્ટો સહન કરે છે અને મુનિદાનના પ્રભાવથી તથા વર્ધમાન તપના પ્રભાવથી પોતાનું રાજ્ય મેળવે છે. છેવટે તપસ્યા કરી મોક્ષપદ પ્રાપ્ત કરે છે.
બીજી રચનામાં ૨૬૮ શ્લોકો છે. તે શત્રુંજયમાહાભ્ય અનુસાર છે. આ કથાનો નિર્દેશ અમે ઉક્ત માહાત્મના પ્રસંગમાં કર્યો છે.
૧૭મી સદીનું યશોવિજયકૃત એક આર્ષભીમચરિત્ર પણ મળ્યું છે.
ચમ્પકશ્રેષ્ઠિકથાનક – આ એક સંસ્કૃત ગદ્યમાં લખાયેલી કથા છે. તેમાં અન્ય કથાકોશો તથા પ્રબંધચિન્તામણિમાં આવેલી ચમ્પકશ્રેષ્ઠિની કથા આપવામાં આવી છે. સાથે, તેની અંદર બીજા ત્રણ સુંદર ઉપાખ્યાનો આપવામાં આવ્યાં છે. આ ઉપાખ્યાનો ભાગ્ય અને પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવે છે.
સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે : ચંપાનગરીના એક શેઠને કોઈ સંતાન હતું નહિ. ગોત્રદેવીએ કહ્યું કે તેનો ઉત્તરાધિકારી દાસીના ગર્ભથી ઉત્પન્ન થયેલો બાળક બનશે. આ સાંભળી શેઠ આ ભવિતવ્યતાને બદલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેણે દાસીને શોધી તેને ગર્ભિણી દશામાં મારી નાખી પરંતુ ભાગ્યવશ તેનું બાળક જીવતું નીકળ્યું અને બીજાઓએ તેને ઉછેર્યું. તે મોટો થયો ત્યારે શેઠને આ વાતની ખબર પડી. એટલે તેને મારી નાખવા માટે કોઈકના ઉપર શેઠ ગુપ્ત પત્ર લખે છે પરંતુ શેઠની પુત્રી તિલોત્તમા પત્રમાં પરિવર્તન કરી તેને વિવાહપત્રના રૂપમાં ફેરવી નાખે છે. આમ ચંપક પેલા શેઠનો જમાઈ બની જાય છે. તેમ છતાં શેઠ તેને મરાવી નાખવા ઈચ્છે છે પરંતુ શેઠ પોતે જ મરાય છે અને ચંપક તેનો ઉત્તરાધિકારી બની જાય છે.
૧. અજિતસાગરસૂરિ ગ્રન્થમાલા (સં.૧૪-૧૫), પ્રાંતિજ (ગુજરાત). ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૧; આનો અંગ્રેજી અને જર્મન અનુવાદ હટલે સન્ ૧૯૨૨માં લિઝગથી પ્રકાશિત કર્યો હતો. તેનું એક સંસ્કરણ વિદ્યાવિજય યત્રાલયથી સનું ૧૯૧પમાં પ્રકાશિત થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org