________________
કથાસાહિત્ય
૩૦૯
સાહસનાં કાર્યો કરે છે અને દુઃખો-સંકટો પાર કરતો પદે પદે ઋદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરે છે. ધર્મકથાની દૃષ્ટિએ દર્શાવવામાં આવ્યું છે કે જીવનમાં વચ્ચે વચ્ચે તેના ઉપર જે દુઃખો પડ્યાં તે પૂર્વભવનાં દુષ્કર્મોનું પરિણામ હતું અને તેને જે સફળતાઓ મળી તેનું કારણ તેણે પૂર્વભવમાં મુનિઓને જે વસ્ત્રદાન કર્યું હતું તે હતું.
આ કથા લઈને કેટલાય લેખકોની રચનાઓ મળે છે. સંસ્કૃત શ્લોકોમાં પ્રથમ કૃતિ તપાગચ્છીય સોમસુંદરના શિષ્ય જિનકીર્તિકત છે અને બીજી સોમસુંદરના પ્રશિષ્ય અને રત્નશેખરના શિષ્ય સોમમંડનગણિકૃત છે. પટ્ટાવલી અનુસાર સોમસુંદરને વિ.સં.૧૪૫૭માં સૂરિપદ મળ્યું હતું. તેથી આ રચનાઓ ૧૫મી સદીના અંતિમ દશકાઓની હોવી જોઈએ. આ વિષયની એક અન્ય કૃતિ શુભશીલગણિકૃત મળે છે. ચોથી રચના ૧૬મી શતાબ્દીના ખરતરગચ્છીય ભક્તિલાભના શિષ્ય ચારચન્દ્રની છે. તેમાં ૬૮૬ શ્લોકો સરળ ભાષામાં છે. તેમાં અન્ય કૃતિઓમાંથી ઉદ્ધત પ્રાકૃત પદ્યો પણ વચ્ચે વચ્ચે આવે છે. અનેક અવાર કથાઓ પણ સંક્ષેપમાં આપવામાં આવી છે. જે
આ કથાનું અજ્ઞાતકર્તક સંસ્કૃત ગદ્યમાં રૂપાન્તર પણ મળે છે. જર્મન વિદ્વાન વેબરે સન્ ૧૮૮૪માં આનું સંપાદન કર્યું અને સાથે જર્મન અનુવાદ પણ કર્યો."
૧૯મી સદીના ખરતરગચ્છીય વિનીતસુંદરના શિષ્ય સુમતિવર્ધને પણ આ કથા ઉપર એક પદ્યાત્મક રચના કરી છે.
ભીમસેનનૃપકથા – પંચપાંડવો ઉપરાંત જૈન કથાનકોમાં કેટલાય ભીમસેનના ચરિત્રો આલેખાયાં છે. ધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાભ્યમાં એક ભીમસેનચરિત્ર આવ્યું છે અને યશોદેવકૃત ધર્મોપદેશપ્રકરણ (વિ.સં.૧૩૦૫)માં એક અન્ય ભીમસેન નૃપનું ચરિત્ર આવ્યું છે. સંસ્કૃતમાં સ્વતન્ત્ર રચનાના રૂપમાં અજ્ઞાતકર્તૃક ત્રણ કૃતિઓનો ઉલ્લેખ મળે છે. વીસમી સદીમાં ઉક્ત બન્ને ચરિતોને લઈને તપાગચ્છીય
૧-૩. જિનરત્નકોશ, પૃ. ૪૧ ૪. એજન, પૃ.૪૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨; વર્ધમાન સત્યનીતિ હર્ષસૂરિ
જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૧૫ ૫. એજન, પૃ. ૪૨ ૬. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી ગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૬ ૭. જિનરત્નકોશ, પૃ. ૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org