________________
કથાસાહિત્ય
૨૬૭
છે. તેમાં જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ગદ્યની પ્રધાનતા છે પરંતુ જયાંત્યાં શૌરસેનીનો પ્રભાવ જણાય છે. વચ્ચે વચ્ચે પદ્યભાગ પણ આવે છે, તે આર્યા છંદમાં છે પરંતુ દ્વિપદી, વિપુલા વગેરે છંદોનો પ્રયોગ પણ થયો છે. ભાષા સરળ અને પ્રવાહી છે. સુબંધુ અને બાણની કૃતિઓ જેવી જટિલ ભાષાનો પ્રયોગ સામાન્યતઃ નથી થયો, તો પણ ક્યાંક ક્યાંક વર્ણનપ્રસંગે લાંબા સમાસો અને ઉપમા વગેરે અલંકારોનો પ્રયોગ થયો છે જેનાથી કર્તાનું કાવ્યકૌશલ જ્ઞાત થાય છે. તેનાં કેટલાંક વર્ણનો બાણની કાદમ્બરી અને શ્રીહર્ષની રત્નાવલિથી પ્રભાવિત છે. આ વિશાળ રચનાનો ગ્રન્થાઝ ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ છે.
આ કથાગ્રન્થમાં બે જ આત્માઓના નવ માનવભવોનું વિસ્તૃત અને સરળ વર્ણન છે. તે છે – ઉજ્જૈનના રાજા સમરાદિત્ય (પછીથી સમરાદિત્ય કેવલી) અને તેમને અગ્નિથી ભસ્મસાત્ કરવામાં તત્પર ગિરિસેન ચાંડાલ. એક પોતાના પૂર્વભવોથી પાપોનો પશ્ચાત્તાપ, ક્ષમા, મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા ઉત્તરોત્તર વિકાસ કરે છે અને છેવટે પરમ જ્ઞાની અને મુક્ત થઈ જાય છે તો બીજો બદલો લેવાની ભાવના સાથે સંસારમાં બુરી રીતે ફસાયેલો રહે છે.
કથાવસ્તુ–સમરાદિત્ય અને ગિરિસેન પોતાના માનવભવોના નવમા પૂર્વભવમાં ક્રમશઃ રાજપુત્ર ગુણસેન અને પુરોહિતપુત્ર અગ્નિશર્મા હતા. અગ્નિશર્માની કુરૂપતાની ગુણસેન અનેક રીતે હાંસી ઉડાવતો હતો, તેથી વિરક્ત થઈ અગ્નિશર્માએ દિીક્ષા ગ્રહણ કરી લીધી અને માસોપવાસ સંયમનું પાલન કર્યું. રાજપદ મળતાં ગુણસેને અગ્નિશર્મા તપસ્વીને ક્રમશઃ ત્રણ વાર આહાર માટે આમંત્રિત કર્યા પરંતુ ત્રણ વાર રાજકાજમાં વ્યસ્ત હોવાથી તેમને ભોજન ન કરાવી શક્યા. તેથી અગ્નિશમ સમજ્યા કે રાજાએ વેર લેવા માટે જ પોતાને ત્રણ વાર નિમંત્રિત કરીને આહારથી વંચિત રાખ્યો. તેથી ક્રોધે ભરાઈને તેમણે મારશાન્તિક સંલેખના દ્વારા પ્રાણત્યાગ કર્યો અને પ્રાણત્યાગના સમયે એ વાતનું નિદાન (ફલેચ્છા) કર્યું કે “મારા તપ, સંયમ અને ત્યાગનું જો કંઈ ફળ મળવાનું હોય તો જન્મજન્માન્તરોમાં આ મારા અપમાનનો બદલો હું ગુણસેનના જીવને મારી લેતો રહું.’ આ નિદાનને
ભાવનગરથી સંવત્ ૨૦૦૨માં પ્રકાશિત કરી છે; તેનો હિંદી અનુવાદ (શ્રી કસ્તૂરમલ બાંઠિયા) જિનદત્તસૂરિ સેવાસંઘ, મદ્રાસ-મુંબઈથી સં.૨૦૨૧માં પ્રકાશિત થયો છે; આ મહાગ્રંથનો ગુજરાતી અનુવાદ હેમસાગરસૂરિએ આનન્દોમ ગ્રન્થમાલા (૩૧-૩૩), ખારાકુવા, મુંબઈથી સન્ ૧૯૬૬ ઈ.માં પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org