SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જેન કાવ્યસાહિત્ય યુગપ્રધાનચરિત – યુગપ્રધાન આચાર્યોનાં સમુદિત ચરિત્રને વિષય બનાવી ૬OO૦ ગ્રન્થાગ્ર શ્લોકપ્રમાણ એક રચના થઈ હોવાનો ઉલ્લેખ જૈન ગ્રન્થાવલિમાં મળે છે.૧ સપ્તવ્યસનકથા – સપ્તવ્યસન એટલે જુગાર, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદ્ય અને માંસભક્ષણનાં દુષ્પરિણામોને દર્શાવવા માટે સાત કથાઓના સંગ્રહ રૂપ કેટલીક કૃતિઓ મળી છે. તેમાં સોમકીર્તિ ભટ્ટારકકૃત સપ્તવ્યસનકથા(સં.૧પ૨૬)માં સાત સર્ગ છે. કથાસાહિત્યનો આ સારો ગ્રન્થ છે. અન્ય રચનાઓમાં સકલકીર્તિકૃત ૧૮OO ગ્રન્થાગ્રપ્રમાણ તથા ભુવનકીર્તિકૃત ૩૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ અને કેટલીક અન્યકર્તક સપ્તવ્યસનકથાઓ મળે છે. સમિતિગુપ્તિકષાયકથા – આમાં ઉક્ત વિષયની કથાઓનો સંગ્રહ છે. તેની રચના તપાગચ્છીય કમલવિજયગણિના શિષ્ય કનકવિજયે કરી છે. રચનાકાળ જ્ઞાત નથી. કામકુક્ષ્માદિકથાસંગ્રહ– આ પાંચ કથાઓનો સંગ્રહ છે. તે વિજયનીતિસૂરિના શિષ્ય પંન્યાસ દાનવિજયજીના સદુપદેશથી પ્રકાશિત થયો છે. તેમાં સંસ્કૃત ગદ્યમાં કામકશ્મકથા અપરનામ પાપબુદ્ધિધર્મબુદ્ધિકથા, તથા પાંચ પાપોનું સેવન કરનાર સુભૂમ ચક્રવર્તીની કથા, અભયદાન દેનાર દામન્નકની કથા, તથા ચાર નિયમોનું પાલન કરનાર વંકચૂલની કથા અને શીલ પાળનારી નર્મદાસુન્દરીની કથા છે. બધી કથાઓ રોચક અને ઉપદેશપ્રદ છે. અન્ય કથાકોશો યા સંગ્રહોમાં નીચે જણાવેલ કૃતિઓ મળે છે : અમરસેનવજસેનાદિકથાદશક, આવશ્યકકથાસંગ્રહ, અષ્ટાદશકથા (સકલકીર્તિ સં. ૧૫૨૨), ઉપાસકદશકથા (પૂર્ણભદ્ર સં. ૧૨૭૫, પ્રાકૃત), ઉત્તરાધ્યયનકથાસંગ્રહ ૨ (શુભશીલ સં. ૧પ૬૦), ઉત્તરાધ્યયનકથાઓ . ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૧ ૨-૫એજન, પૃ. ૪૧૬ ૬.એજન, પૃ. ૪૨૧ ૭. એજન, પૃ. ૮૪ ૮. એજન, પૃ. ૧૫ ૧૦. એજન, પૃ. ૧૯ ૧૨. એજન, પૃ. ૪૫ ૯. ૧૧. ૧૩. એજન, પૃ. ૩૪ એજન, પૃ. પ૬ એજન, પૃ. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy