SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જેન કાવ્યસાહિત્ય ગુંથાઈ છે. જો કે આ કથાઓ પ્રાચીન જૈન કૃતિઓમાંથી લેવામાં આવી છે તો પણ તેમને કહેવાની રીત નિરાળી છે. તે જ રીતે જયસિંહસૂરિ (વિ.સં.૯૧૫)કૃત ધર્મોપદેશમાલાવિવરણમાં ૧પ૬ કથાઓ સમાવવામાં આવી છે જે સંયમ, દાન, શીલ વગેરેના માહાભ્યને અને રાગદ્વેષ આદિ કુભાવનાઓનાં દુષ્પરિણામોને વ્યક્ત કરે છે. વિજયલક્ષ્મી (સં. ૧૮૪૩) કૃત ઉપદેશપ્રાસાદમાં સૌથી વધુ ૩૫૭ કથાનકો મળે છે. તેવી જ રીતે ઔપદેશિક કથા સાહિત્યના સારા સંગ્રહરૂપે જયકીર્તિની શીલોપદેશમાલા, મલધારી હેમચંદ્રની વિભાવના અને ઉપદેશમાલાપ્રકરણ, વર્ધમાનસૂરિનું ધર્મોપદેશમાલાપ્રકરણ, મુનિસુંદરનો ઉપદેશરત્નકાર, આસડની ઉપદેશકંદલી અને વિવેકમંજરીપ્રકરણ, શુભવર્ધનગણિની વર્ધમાનદેશના, જિનચન્દ્રસૂરિની સંવેગરંગશાલા તથા વિજયલક્ષ્મીનો ઉપદેશપ્રાસાદ છે. જો કે દિગંબર જૈન સાહિત્યમાં આવાં ઔપદેશિક પ્રકરણોની કમી છે જેના ઉપર કથાસાહિત્યનું નિર્માણ થયું હોય, છતાં કુન્દકુન્દના પ્રાભૂતની ટીકામાં, વટ્ટકેરના મૂલાચારની, શિવાર્યની ભગવતીઆરાધનાની તથા રત્નકરંડશ્રાવકાચાર વગેરેની ટીકાઓમાં ઔપદેશિક કથાઓના સંગ્રહો મળે છે. ઔપદેશિક કથાસાહિત્યને અનુસરી અનેક કથાકોશો અને કથાસંગ્રહોનું પણ નિર્માણ થયું છે. તેમાં હરિષણનો બૃહત્કથાકોશ પ્રાચીન છે. બૃહત્કથાકોશ – ઉપલબ્ધ કથાકોશોમાં આ સૌથી પ્રાચીન છે. તેમાં નાનીમોટી બધી મળીને કુલ ૧૫૭ કથાઓ છે. ગ્રંથપરિમાણ સાડા બાર હજાર શ્લોકપ્રમાણ છે.આ કથાઓમાં કેટલીક તો ચાણક્ય, શકટાલ, ભદ્રબાહુસ્વીમી, કાર્તિકેય વગેરે ઐતિહાસિક-રાજનૈતિક પુરુષો અને આચાર્ય સંબંધી છે, જો કે તેમનું પ્રયોજન ૧. ડા. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૯૦-પ૨૪. તેમાં ઉક્ત સાહિત્યની અનેક કથાઓની વિશેષતાનું આલેખન છે. ૨. જૈનધર્મ પ્રસારક સભા (ગં.સં. ૩૩-૩૬), ભાવનગરથી ૧૯૧૪-૨૩માં પ્રકાશિત ત્યાંથી જ ૫ ભાગોમાં ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૮૩; ડૉ. આ. કે. ઉપાધ્ય દ્વારા સંપાદિત, સિધી જૈન ગ્રન્થમાલા, Jળ્યાંક ૧૭; ૧૨૨ પૃષ્ઠોમાં લખાયેલી તેની અંગ્રેજી ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. ૪. સદઐશૈદ્ધો તૂને વંશતવિર્તક (૧ર૦૦), પ્રશસ્તિ, પદ્ય ૧૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy