SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૨૩૩ જે આગમો, ચૂર્ણિઓ, ટીકાઓની પરંપરાને અનુસરી પ્રાચીન આદર્શોને દર્શાવનારી કથાઓના સંગ્રહો છે. તેમાં આવેલી અનેક કથાઓ પરવર્તી અનેક સ્વતંત્ર રચનાઓનો આધાર છે. ત્યાર પછી અમે તે મુખ્ય કથાગ્રન્થોનું વર્ણન કરીશું જે ધર્મ-અર્થ-કામ પુરુષાર્થોનું એક સાથે પ્રતિપાદન કરવામાં સક્ષમ છે અને પોતાની અંદર એક વિશાલ કથાજાલ ધરાવે છે. ક્રમમાં તે પછી નીતિકથા અર્થાત દાન, શીલ, અહિંસા આદિ વ્રતો, પર્વો, તીર્થો વગેરે સંબંધી કથાઓને વર્ણવી કલ્પિતકથા, લોકકથા અને પ્રાણિકથા વગેરે ઉપર ઉપલબ્ધ રચનાઓનું વિવેચન કરીશું. ઔપદેશિક કથાસંગ્રહ જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ ભાગ ૪માં આપણે જોઈ ગયા છીએ કે આગમિક પ્રકરણોનો ઉદ્દભવ અને વિકાસ કેવી રીતે થયો છે. અમે પ્રારંભમાં કહી ગયા છીએ કે ચરણકરણાનુયોગવિષયક સાહિત્ય ધર્મોપદેશ યા ઔપદેશિક પ્રકરણોના રૂપમાં ઉદ્દભૂત અને વિકસિત થયું છે. ધર્મોપદેશમાં સંયમ, શીલ, તપ, ત્યાગ અને વૈરાગ્ય વગેરે ભાવનાઓને મુખ્ય દર્શાવવામાં આવી છે. તેમનો ઉપદેશ કોમલમતિ શ્રોતાઓને કરવાને માટે કથાઓનું સરસ માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે. પ્રવચનના પ્રારંભમાં પ્રવચનકાર જૈન સાધુ કેટલાક શબ્દો કે શ્લોકોમાં પોતાની ધર્મદેશનાનો પ્રસંગ દર્શાવે છે અને પછી એક લાંબી મનોરંજક વાર્તા કહેવી શરૂ કરે છે જેમાં અનેક રોમાંચક ઘટનાઓ બને છે અને અનેક વાર એક કથામાંથી બીજી કથાઓ ફૂટી નીકળે છે. આમ આ ઔપદેશિક પ્રકરણો અત્યન્ત મૂલ્યવાન કથાસાહિત્યથી ભરપૂર છે જેમાં દરેક જાતની કથાઓ – રમન્યાસ, ઉપન્યાસ, દૃષ્ટાન્તકથા, પ્રાણિકથા, નીતિકથા, પુરાણકથાઓ, પરીકથાઓ, લોકકથાઓ અને નાનાવિધ કૌતુકકથાઓ તથા અદ્ભુતકથાઓ મળે છે. જૈનોએ આ પ્રકારના વિશાળ ઔપદેશિક કથાસાહિત્યનું નિર્માણ કર્યું છે. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસના ચોથા ભાગમાં ધર્મોપદેશપ્રકરણ અંતર્ગત જે ઉપદેશમાલા, ઉપદેશપ્રકરણ, ઉપદેશરસાયન, ઉપદેશચિન્તામણિ, ઉપદેશકન્દલી, ઉપદેશતરંગિણી, ભાવનાસાર વગેરે ૫૦-૬૦ રચનાઓ સંક્ષિપ્ત વિવરણ સાથે આપી છે તે અધિકાંશ ટકા અને વૃત્તિના રૂપમાં જૈન કથાઓના સંગ્રહો જ છે. ઉદાહરણ તરીકે ધર્મદાસગણિકૃત ઉપદેશમાલાપ્રકરણને લો. તેના ઉપર ૧૦મી સદીથી ૧૮મી સદી સુધીમાં લગભગ ૨૦ સંસ્કૃત ટીકાઓ લખાઈ છે. તેની ૫૪૨ ગાથાઓમાં દષ્ટાન્તસ્વરૂપ ૩૧૦ કથાનકોનો સંગ્રહ થઈ ગયો છે. તેવી જ રીતે હરિભદ્રસૂરિના ઉપદેશપદ ઉપરની વિવૃતિઓમાં કથાઓની એક વિશાળ જાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy