________________
પૌરાણિક મહાકાવ્ય
૨૨૯
પેથડ અપરના પૃથ્વી પરના ચરિત્ર ઉપર ૧૬મી સદીના કવિ રાજમલે પણ પૃથ્વીરચરિત લખ્યું છે. નાભિનન્દનોદ્ધારપ્રબંધ
આનું બીજું નામ શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધ પણ છે. તેમાં ગુર્જરાતના પાટનગરના પ્રસિદ્ધ ઝવેરી સમરસિંહ અમરનામ સમરાશાહના પરિવારનું તથા તેમનાં ધાર્મિક કાર્યોનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમણે સં. ૧૩૭૫માં શત્રુંજય તીર્થ ઉપર કરેલાં ઉદ્ધારકાર્યોનું પણ પ્રચુર વર્ણન છે. આ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કૃતિ છે, તેનું વિવેચન પછી કરીશું.
કર્તા અને રચનાકાળ – આની રચના ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિના પટ્ટધર શિષ્ય કક્કસૂરિએ સં. ૧૩૯૨માં કરી હતી. લગભગ તે જ સમયે સમરસિંહનો સ્વર્ગવાસ પણ થયો હતો. જાવડચરિત્ર અને જાવડપ્રબંધ
જાવડ (૧૬મી સદીના મધ્ય) માળવાના માંડવગઢના ધનાઢ્ય વેપારી હતા અને સાથે સાથે માળવાના તત્કાલીન રાજા ગ્યાસુદીન ખિલજીના રાજ્યાધિકારી પણ હતા. ઉક્ત કાવ્યોમાં જાવડના સંધપતિત્વનું તેમ જ તેમની સામાજિક પ્રતિષ્ઠા અને ધર્મનિષ્ઠાનું વર્ણન છે. જાવડ શ્રીમાલભૂપાલ અને લઘુશાલિભદ્ર કહેવાતા હતા. આ કાવ્યોના કર્તા કે રચનાકાળ વિશે કંઈ માહિતી મળતી નથી. જાવડનું ચરિત સર્વવિજયગણિએ સુમતિસંભવ નામના કાવ્યમાં વિસ્તારથી આપ્યું છે. આ કાવ્યનો રચનાકાળ સં. ૧૫૪૭થી ૧૫૫૧ વચ્ચે નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંભવ છે કે ઉક્ત બન્ને કાવ્યો પણ લગભગ તે જ સમયની રચના હોય. કર્મવંશોત્કીર્તનકાવ્ય
અકબરના સમયમાં બીકાનેરમાં કર્મચન્દ્ર મંત્રી ઓસવાળ જ્ઞાતિના મોટા શૂરવીર, બુદ્ધિશાળી અને દાનવીર પુરુષ થઈ ગયા. તે જૈન ભક્ત અને કુશળ રાજપ્રિય પુરુષ હતા. તેમની કીર્તિ રાજસ્થાનથી દિલ્હીના મુગલ દરબાર સુધી
૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૦, ૩૭૨; પ્રકાશિત – હેમચન્દ્ર ગ્રન્થમાલા; મો. દ. દેસાઈ લિખિત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૨૪-૪ર૭ અને ચિ. ભા. શેઠ લિખિત
જૈનિઝમ ઈન ગુજરાત, પૃ. ૧૭૧-૧૮૦માં સમરસિંહનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org