________________
૨૨૮
જેન કાવ્યસાહિત્ય
જગડૂના સમકાલીન રહ્યા હશે અને તેમણે જગનાં પુણ્યકાર્યોનો આંખે દેખ્યો અહેવાલ પોતાના શિષ્યને સંભળાવ્યો હશે જેનાથી પ્રભાવિત થઈને કવિએ આ કાવ્યની રચના તત્કાલ અર્થાત્ સાંભળ્યા પછી તરત (મૂલ ઘટના પછી ૩૦-૪૦ વર્ષ પછી) સં. ૧૩૫૦ લગભગ કરી હશે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ વિક્રમની ચૌદમી સદી માન્યો છે.'
જગડૂશાહ ઉપર એક અન્ય કૃતિ જગડૂશાહપ્રબંધનો પણ ઉલ્લેખ મળે છે. સુકૃતસાગર
આ આઠ સર્ગોનું લઘુકાવ્ય છે. તેમાં કુલ મળીને ૧૩૭૨ શ્લોક છે. તેમાં માંડવગઢ (માળવા)ના ચૌદમી સદીના પૂર્વાર્ધમાં થયેલા પ્રસિદ્ધ જૈન વણિક પેથડ (પૃથ્વીધર) અને તેમના પુત્ર ઝાંઝણનાં સુકૃત કાર્યોનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે.
આ બન્ને પિતાપુત્રનો પરિચય ઉપદેશતરંગિણીમાં તથા પૃથ્વીરપ્રબંધમાં પણ સંક્ષેપમાં આપવામાં આવ્યો છે. આ કાવ્ય પોતાના યુગની ધાર્મિક પ્રભાવના બતાવવા માટે બહુ જ ઉપયોગી છે. તે તત્કાલીન જૈન તીર્થોના મહત્ત્વનું પણ દિગ્દર્શક છે. પૃથ્વીપરપ્રબંધ
તેને ઝાંઝણપ્રબંધ કે પેથડપ્રબંધ' પણ કહે છે. તેમાં ઉક્ત પૃથ્વીધર અને તેમના પુત્ર ઝાંઝણનાં ધાર્મિક કાર્યોનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ આ જ વિષયના કાવ્ય સુકૃતસાગરનું જ સંક્ષિપ્ત રૂપ છે. પ્રસ્તુત પ્રબંધ ગદ્યપદ્યમય છે. ઉપર્યુક્ત સુકૃતસાગર અને પ્રસ્તુત કૃતિની રચના તપાગચ્છીય નદિર–ગણિના શિષ્ય રત્નમંડનગણિએ કરી છે. રત્નમંડનગણિની અન્ય કૃતિઓ ઉપદેશતરંગિણી તથા ભોજપ્રબંધ (સં.૧૫૧૭) મળે છે.
૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૩૪ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૨૮ ૩. જિનરત્નકોશ, પૃ.૪૪૩; જૈન આત્માનન્દસભા, ઝળ્યાંક ૪૦, ભાવનગર, સં. ૧૯૭૧; તેના વિશેષ પરિચય માટે જુઓ – મો. દ. દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૦૪-૪૦૬ તથા ચિમનલાલ ભાઈલાલ શેઠ, જૈનિઝમ ઈન ગુજરાત, પૃ. ૧૫૮
૧૬ ૨. ૪. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૭૦-૪૭૧ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૫૬; અહીં પેથડ નામ પેઇડ એમ અશુદ્ધ છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org