________________
પૌરાણિક મહાકાવ્ય
૨ ૨ ૧
છે. તેમણે શાકંભરી રાજા(પૃથ્વીરાજ)ના દરબારમાં જયપત્ર મેળવ્યો હતો. - જિનેશ્વરસૂરિચતુઃસપ્તતિકાઆમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનપતિના શિષ્ય જિનેશ્વરસૂરિના માતાપિતા, નગરનાં નામો સાથે જન્મ (સં. ૧૨૪૫), દીક્ષા અને આચાર્યપદ (સં. ૧૨૭૮)નું વર્ણન છે. જિનેશ્વરસૂરિ લક્ષણ, પ્રમાણ અને શાસ્ત્રસિદ્ધાન્તના પારગામી હતા. તેમને ૩૪ વર્ષની ઉંમરે ગચ્છાધિપતિપદ મળ્યું હતું. તેમણે શત્રુંજય આદિ અનેક તીર્થોની યાત્રા કરી હતી. આ અજ્ઞાતકર્તક રચના છે.
જિનપ્રબોધસૂરિચતુઃસપ્તતિકાઆમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનેશ્વરસૂરિના શિષ્ય જિનપ્રબોધનાં પૂર્વ ક્રમાનુસાર જન્મ (સં. ૧૨૮૫), દીક્ષા અને આચાર્યપદ (સં. ૧૩૩૧)નું વર્ણન છે. તે મહાન વિદ્વાન અને પ્રભાવક ગચ્છનાયક હતા. તેમણે કાતવ્યાકરણ ઉપર દુર્ગાદપ્રબોધટીકા વિ.સં. ૧૩૨૮માં રચી હતી અને વિવેકસમુદ્રગણિત પુણ્યસારકથાનું સંશોધન કર્યું હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૪૧માં થયો હતો. આ ચરિત્રના કર્તા વિવેકસમુદ્રગણિ છે, તે તેમના સંઘમાં વાચનાચાર્ય હતા અને પુણ્યસારકથાના કર્તા હતા.
જિનચન્દ્રસૂરિચતુઃ સપ્તતિકા – આમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનપ્રબોધના શિષ્ય જિનચન્દ્ર (૩)ના ચરિતનું આલેખન છે. તે મહા પ્રભાવક આચાર્ય હતા. તેમણે પોતાના યુગના ચાર રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા. તેમને સં. ૧૩૪૧માં આચાર્યપદ મળ્યું હતું તથા તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૭૬માં થયો હતો. આ કાવ્યની રચના તેમના જ શિષ્ય જિનકુશલસૂરિએ કરી હતી.
| જિનકુશલસૂરિચયુત્તરી – આમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનચ(૩)ના શિષ્ય અને પટ્ટધર જિનકુશલસૂરિનાં જન્મ (વિ.સં.૧૩૩૭), દીક્ષા (સં. ૧૩૪૬), વાચનાચાર્યપદ (સં.૧૩૭૫) અને આચાર્યપદ (સં.૧૩૭૭)નું વર્ણન છે. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૮૯માં થયો હતો. તેમણે પોતાના પટ્ટકાળમાં અનેક નગરોદેશોમાં વિહાર કરી જૈન ધર્મને ખૂબ પ્રતિષ્ઠા અપાવી.
આ કાવ્યની રચના તેમના જ શિષ્ય આચાર્ય તરુણપ્રભે કરી હતી. જિનલબ્ધિસૂરિચયુત્તરી – જિનલબ્ધિસૂરિ સંબંધી પ્રાપ્ત અદ્યાવધિ સામગ્રીમાં આ જ પ્રામાણિક અને વિસ્તૃત સામગ્રી છે. જિનલબ્ધિનો જન્મ સં. ૧૩૬૦માં
૧. દાદા જિનકુશલસૂરિના પરિશિષ્ટમાં શ્રી અગરચન્દ નાહટાએ પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org