SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૯૭ ઉદાયનનૃપપ્રબન્ધ, ઉદાયનરાજકથા અને ઉદાયનરાજચરિત્ર નામે ત્રણચાર કાવ્યો રચ્યાં તથા રાણી પ્રભાવતી ઉપર પ્રભાવતીકથા, પ્રભાવતીકલ્પ, પ્રભાવતીચરિત્ર (સંસ્કૃત), પ્રભાવતીદષ્ટાન્ત (પ્રાકૃત) નામની કૃતિઓ રચી. મૃગાપુત્રચરિત – આ પ્રાકૃત કૃતિ ઉત્તરાધ્યયનના ૧૫મા અધ્યયન પર આધારિત છે. તેના કર્તાનું નામ મળતું નથી. વિપાકસૂત્રમાં પણ એક મૃગાપુત્રનું વર્ણન મળે છે, તેના દ્વારા દુઃખવિપાકનું રોમાંચક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અતિમુક્તકચરિત – અન્તગડદસાઓમાં બે અતિમુક્તકોનું વર્ણન મળે છે : તેમાં એક છે નેમિ અને કૃષ્ણના સમયના અતિમુક્તક, તે હતા કંસ અને દેવકીના અગ્રજ અને કુમારાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરનાર. બીજા છે મહાવીરકાલીન રાજકુમાર, તે આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન કરવા કુમારાવસ્થામાં ભિક્ષુ જીવન સ્વીકારી મોક્ષે ગયા. અતિમુક્તકના ચરિત્રને લઈને સંસ્કૃતમાં ત્રણ રચનાઓ મળે છે. તેમાંથી એક ૨૧૧ સંસ્કૃત પઘોમાં જિનપતિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ સં. ૧૨૮૨માં પાલનપુરમાં રહી લખી હતી. પૂર્ણભદ્રગણિની બીજી કૃતિઓ છે ધન્યશાલિભદ્રચરિત્ર (સં. ૧૨૮૫) તથા કૃતપુણ્યચરિત્ર (સ. ૧૩૦૫). બીજી કૃતિ પણ સંસ્કૃતમાં છે અને તેની રચના અંચલગચ્છના શાલિભદ્રના શિષ્ય ધર્મઘોષે સં. ૧૪૨૮માં કરી છે. એક અજ્ઞાતકર્તક અતિમુક્તચરિત્રનો પણ ઉલ્લેખ મળે છે. સુદર્શનચરિત- આ કૃતિમાં સુદર્શન મુનિનું ચરિત્ર આલેખાયું છે. જૈન પરંપરા તેમને મહાવીરસમકાલીન અન્તઃકૃત કેવલી માને છે. તેમનું સંક્ષિપ્ત આલેખન અન્તગડદસાઓ તથા ભત્તપણામાં થયું છે. ભત્તપઈચ્છા અને મૂલારાધના (ભગવતી આરાધના)માં તેમને મોકાર મન્ત્રના પ્રભાવથી મૂર્ખ ગોવાળના જીવનમાંથી ઉત્કર્ષ કરી સુદર્શન શેઠ થનારા અને તે જ જન્મમાં મોક્ષફળ પ્રાપ્ત ૧. જિનરત્નકોશ, પૃ.૪૬ ૨. એજન, પૃ. ૨૬૬ ૩. એજન, પૃ. ૩૧૩ ૪. એજન, પૃ. ૪; જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૪૪ ૫. એજન, પૃ. ૪ ૬. એજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy