SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કવિપરિચય અને રચનાસમય ખરતરગચ્છ અંતર્ગત દત્તગચ્છના પાઠક રૂપચન્દ્રગણિએ સં. ૧૮૦૭માં આ કાવ્ય રચ્યું. કૃતિના અંતે ચાર શ્લોકોમાં કવિની પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તેમણે જોધપુર નગરમાં રાજા અભયસિંહના રાજ્યકાળમાં આ કૃતિ રચી હતી. આ કાવ્ય ઉપર વિ.સં.૧૮૫૨માં અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય ક્ષમાકલ્યાણગણિએ ગૌતમીયપ્રકાશ નામની વ્યાખ્યા લખી હતી. ભગવાન મહાવીરના ૧૧ ગણધર હતા પરંતુ ગૌતમ સિવાય બીજા કોઈ ગણધર ઉપર સ્વતન્ત્ર રચનાઓ ઉપલબ્ધ નથી. ગાંગેયભંગપ્રકરણ ભગવાન મહાવી૨ અને પાર્શ્વનાથ સત્તાનીય મુનિ ગાંગેય વચ્ચે નારક જીવો વગેરે વિશે થયેલી ચર્ચાનું વર્ણન ભગવતીસૂત્રના ૯મા શતકના ૩૨મા ઉદ્દેશમાં આપવામાં આવ્યું છે. તેની સ્મૃતિ તાજી રાખવા માટે ગાંગેય મુનિના જીવન ઉપર પદ્મવિજયે સં. ૧૮૭૮માં ૫૪ પ્રાકૃત ગાથાઓમાં તથા મેધમુનિના શિષ્ય શ્રીવિજયે ૨૩ ગાથાઓમાં સ્વોપજ્ઞ અવસૂરિ સાથે રચના કરી છે. ઉત્તમવિજયના શિષ્ય ધર્મવિજય દ્વારા નિર્મિત ગાંગેયભંગપ્રકરણનો પણ ઉલ્લેખ મળે છે. જૈન કાવ્યસાહિત્ય —- ઉદાયનરાજકથા તથા પ્રભાવતીકથા – સિન્ધુ-સૌવીર મહાવીર-બુદ્ધના સમયમાં એક વિશાળ રાજ્ય મનાતું હતું. ત્યાંના રાજાનું નામ ઉદાયન હતું. તે પોતાના સમયનો મહા પરાક્રમી અને પ્રભાવક રાજા હતો. તેની રાણીનું નામ પ્રભાવતી હતું. તે વૈશાલીના રાજા ચેટકની પુત્રી હતી. પ્રભાવતી નિર્ગન્ધ શ્રાવિકા હતી, પરંતુ ઉદાયન તાપસભક્ત હતો. પ્રભાવતી મૃત્યુ પામી સ્વર્ગે ગઈ. તેણે પોતાના પતિને પ્રતિબોધિત કર્યો અને તેને દઢ નિષ્ઠાવાળો શ્રાવક બનાવ્યો. પછી તેણે પોતાના ભાણેજ કેશીને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી લીધી. જૈન કવિઓને ઉદાયન રાજર્ષિ અને પ્રભાવતીનાં ચરિતો રોચક લાગ્યાં અને તેમણે ૧. તેમનું બીજું નામ રામવિજયોપાધ્યાય છે અને તેમને દયાસિંહના શિષ્ય કહેવામાં આવ્યા છે. Jain Education International ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૪; આત્મવીર ગ્રન્થમાલામાં ૧૯૧૭માં પ્રકાશિત ૩. જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી પ્રકાશિત; તેની હસ્તપ્રત સં. ૧૬૭૨ની મળી છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૧૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy