SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન કાવ્યસાહિત્ય દોહદ થાય છે, તેને અભયકુમાર પોતાની ચાતુરીથી શાન્ત કરે છે. આ જ રીતે શ્રેણિકની બીજી રાણી ધારિણીના અકાલવર્ષ દોહદને પણ તે પોતાની ચાતુરીથી પૂરો કરે છે. ચોથા સર્ગમાં તેના અનેક વિસ્મયકારી કાર્યોનું નિરૂપણ છે. પાંચમાથી સાતમા સર્ગોમાં શ્રેણિક અને તેની રાણીઓ વિશેની કથાઓ છે. એક કથામાં ચેલનાનો ખોવાયેલો હાર અભયકુમાર પોતાની બુદ્ધિચાતુરીથી શોધી આપે છે. આ જ રીતે આઠમાંથી દસમા સર્ગોમાં અનેક કથાઓ કહેવામાં આવી છે, તે બધીમાં કોઈ ને કોઈ રીતે અભયકુમારની બુદ્ધિચાતુરીનું નિદર્શન-પ્રદર્શન કરાવવામાં આવ્યું છે. અગીઆરમાં સર્ગમાં મહાવીરસ્વામીનું રાજગૃહીમાં આગમન થતાં અભયકુમાર દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને બારમા સર્ગમાં તે દીક્ષા લઈ, તપ કરી, સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થાય છે. આ કાવ્યની કથા બહુ રોચક છે. તેમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોના ચિત્રણમાં કવિને પર્યાપ્ત સફળતા મળી છે. અનેક સ્થળે કવિએ પ્રકૃતિનું સ્વાભાવિક ચિત્રણ કર્યું છે. પાત્રોનાં સૌન્દર્યવર્ણનો પ્રત્યે પણ કવિએ પૂરતું ધ્યાન આપ્યું છે. પરંતુ તે વર્ણનો પરંપરાગત ઉપમાનો દ્વારા કરવામાં આવ્યાં છે, સહજ રીતે કરવામાં નથી આવ્યાં. અભયકુમારચરિત્રમાં કવિએ પોતાના સમયના સમાજનું, સમાજમાં ફેલાયેલી ધારણાઓ, પ્રચલિત રીતરિવાજો, અન્ધવિશ્વાસ અને માન્યતાઓનું યથાર્થ ચિત્ર રજૂ કર્યું છે. આ કાવ્યમાં સામાજિક અધ્યયનની જેટલી સામગ્રી મળે છે તેટલી તે યુગનાં અન્ય કાવ્યોમાં મળતી નથી. ભાષાની દૃષ્ટિએ પણ આ કાવ્ય મહત્ત્વપૂર્ણ છે. અન્ય કાવ્યોની અપેક્ષાએ તેની ભાષા બહુ જ વ્યાવહારિક અને રૂઢિપ્રયોગો-કહેવતોથી ભરપૂર છે. તેમાં સરળતા અને સરસતા સર્વત્ર વ્યાપ્ત છે. સમસ્ત પદાવલીઓનો પ્રયોગ બહુ ઓછો થયો છે. ક્યાંક ક્યાંક અનુકૂલ શબ્દોના ચયનથી સુંદર ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે. આ કાવ્યમાં લોકોક્તિઓ અને કહેવતોનો અત્યધિક પ્રયોગ ૧. એજન, સર્ગ ૧. ૨૭૮-૨૮૨; ૨. ૭૮; ૩. ૨૦૪-૨૦૫, ૨૪૨-૨૪૩; ૬.૫૯-૬૨; ૮.૫ ૨. એજન, સર્ગ ૧.૧૯૭, ૨૦૧; ૨.૨ ૩. એજન, સર્ગ ૧. ૩૦૬-૩૩૪, ૩૯૨-૪૧૦, ૪૭૧-૪૯૬; ૨. ૧૦૧-૧૫૬; ૩. ૧૭૪ ૧૭૭, ૧૮૩-૧૮૫; ૪. ૧૦૮, ૧૬૮, ૨૫૮; ૫. ૨૨૯-૨૩૦, પ૬૯-૫૭૧; . ૯.૪૦-૪૭, ૫૦, ૫૧, પ૬, ૫૮, ૪૩૧, ૬૬૦-૬૬૮; ૧૧. ૨૬ ૨, ૯૦૩-૯૦૪, ૯૨૧-૯૨૨ ૪. એજન, સર્ગ ૧૦. પ૭-પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy