SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય અન્ય શ્રેણિકચરિતોમાં જિનપ્રભના શ્રેણિકચાશ્રયકાવ્યનો પરિચય શાસ્ત્રીય કાવ્યોના પ્રસંગમાં કરાવીશું. ભટ્ટારક શુભચન્દ્રનું શ્રેણિકપુરાણ એક સાધારણ રચના છે, તે હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત છે. બાકીનાંનો ઉલ્લેખ માત્ર મળે છે. જૈન આગમોમાં કેવળ શ્રેણિકનું ચરિત વર્ણિત નથી પરંતુ તેમના રાજકુમા૨ોનું ચરિતવર્ણન પણ છે. જૈન કવિઓએ જેમ શ્રેણિક ઉપર સ્વતંત્ર કાવ્યરચનાઓ કરી છે તેમ તેમના રાજકુમારો ઉપર પણ ચરિતકાવ્યો અને કથાકાવ્યો રચ્યાં છે. રાજા શ્રેણિકને અનેક રાણીઓ હતી અને અનેક રાજકુમારો હતા. તેમાંથી અશોકચન્દ્ર (આ રોહિણી-અશોકચન્દ્રનૃપકથાનું પાત્ર છે) અર્થાત્ કુણિક યા અજાતશત્રુ ઉપર, બીજા રાજકુમાર અભયકુમાર' ઉપર, તથા અન્ય રાજકુમારોમાં મેઘકુમા૨પ અને નન્દિષેણ ઉપર ચરિતકાવ્યો અને કથાઓ મળે છે. તે બધાંમાં અભયકુમારચરિત્ર ઉપર રચાયેલું એક કાવ્ય કંઈક મહત્ત્વપૂર્ણ છે, એટલે તેનો પરિચય અહીં આપીએ છીએ. અભયકુમારચરિત – અભયાંકચિહ્નિત આ કાવ્ય ૧૨ સર્ગો ધરાવે છે.° તેનું પરિમાણ ૯૦૩૬ શ્લોકપ્રમાણ છે. તેમાં રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારનું વિસ્મયકારી ચરિત્ર આલેખાયું છે. સક્ષેપમાં તે આ પ્રમાણે છે રાજગૃહના રાજા પ્રસેનજિતને અનેક પુત્રો હતા. તેમાં ચાતુર્યગુણસંપન્ન એક પુત્ર શ્રેણિક હતો. પરંતુ પિતાની ઉપેક્ષાને કારણે તે પરદેશ જતો રહે છે જ્યાં તે શ્રેષ્ઠીપુત્રી નન્દાને પરણે છે. કેટલાક દિવસો પછી પિતાને રોગ થયાના સમાચાર મળે છે, એટલે તે રાજગૃહ પાછો ફરે છે. ત્યાં તેનું રાજતિલક કરી પ્રસેનજિત સ્વર્ગવાસી થઈ જાય છે. આ બાજુ પિતૃગૃહે નન્દાને પુત્ર જન્મે છે, તેનું નામ અભયકુમાર રાખવામાં આવે છે. ઉંમરલાયક થતાં અભયકુમાર પોતાની માતાને લઈને રાજગૃહ પોતાના પિતા પાસે આવે છે. પુત્રના ચાતુર્યથી પ્રસન્ન થઈને શ્રેણિક તેને પ્રધાનમંત્રી બનાવે છે. બીજા-ત્રીજા સર્ગમાં અભયકુમારની ચાતુરીથી શ્રેણિકનો વિવાહ વૈશાલીનરેશ ચેટકની પુત્રી ચેલ્લના સાથે થાય છે. ગર્ભવતી થતાં ચેલ્લનાને વિચિત્ર ૧. દિગ. જૈન પુસ્તકાલય, સૂરત ૨. જિનરત્નકોશ, પૃ. ૩૯૯ ૩. એજન, પૃ. ૧૭ ૪. એજન, પૃ. ૧૨-૧૩ ૫. એજન, પૃ. ૩૧૩ ૬. એજન, પૃ. ૧૯૯ ૭. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૭; જિનરત્નકોશ, પૃ. ૧૨ ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy