________________
૧૭૦
માતાને મિષ્ટાન્ન બનાવવાનું કહ્યું. તે ગરીબ માતા મહામુશ્કેલીથી મિષ્ટાન્ન બનાવી શકી અને પછી બાળકને પીરસી બહાર કામે ગઈ. તે જ વખતે પારણા માટે એક મુનિ આવી ચડ્યા. સંગમકે પોતાનું ભોજન તેમને આપી દીધું. રાતે ભૂખને ારણે તેને એટલી બધી વેદના થઈ કે તે મરી ગયો પરંતુ આહારદાનરૂપી પુણ્યફળથી રાજગૃહમાં શેઠ ગોભદ્ર અને શેઠાણી ભદ્રાને ત્યાં તે જન્મ્યો. તેનું નામ શાલિભદ્ર પાડવામાં આવ્યું. તે ખૂબ સુંદર અને ગુણવાન હતો. જ્યારે તે યુવાન થયો ત્યારે તેના પિતાએ ૩૨ કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને આ રીતે તે આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. તેના પિતા મુનિ બની ગયા અને સમાધિમરણપૂર્વક સ્વર્ગે ગયા. દેવતા બની તેમણે પોતાના પુત્ર શાલિભદ્ર માટે પ્રચુર ધનસંગ્રહ કર્યો. તેથી તે સમયે એટલો ધની કે જાણે શાલિભદ્ર' એવી લોકોક્તિ પ્રચલિત થઈ ગઈ. એક દિવસ તેની માતાએ તેની વહુઓ માટે ૩૨ બહુમૂલ્ય રત્નકમ્બલ ખરીદી. તેમાંની એકને પણ ખરીદવાનું સામર્થ્ય રાજા શ્રેણિકમાં ન હતું. એક દિવસ પોતાના વૈભવને જોવા માટે રાજા શ્રેણિકને સાધારણ મનુષ્યના વેશમાં આવેલા જોઈ અને પોતાના ઉપર પણ કોઈ છે એ સમજીને શાલિભદ્ર સંસારથી વિરક્ત થઈ ગયા અને પ્રત્યેકબુદ્ધ બની ગયા અને દીક્ષા ગ્રહણ કરી તપ કરવા લાગ્યા. પોતાના સાળાના આ ચરિત્રને જોઈ ધન્યકુમાર પણ બધો વૈભવ છોડી દીક્ષિત થઈ ગયા. બંને ઘોર તપ કરી મોક્ષે ગયા.
જૈન કાવ્યસાહિત્ય
ધન્યકુમારચરિત આ સંસ્કૃત લઘુકાવ્ય છે. તેમાં ૭ સર્ગો છે. કાવ્યની ભાષા સરળ અને સરસ છે. આ કથાનો આધાર ગુણભદ્રનું ઉત્તરપુરાણ જણાય છે. એ વાત નોંધપાત્ર છે કે ધન્યકુમારવિષયક સ્વતન્ત્ર ચરિત્રોમાં આ કૃતિ સૌપ્રથમ છે અને આ કૃતિમાં કોઈ પણ પૂર્વવર્તી ધન્યકુમારચરિત્રનો કે તેના લેખકનો ઉલ્લેખ
કરવામાં નથી આવ્યો.
–
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા માથુરસંઘના આચાર્ય માણિક્યસેનના પ્રશિષ્ય અને નેમિસેનના શિષ્ય ગુણભદ્ર મુનિ છે. તેમણે આની રચના મહાંબેના ચન્દેલનરેશ પરમર્દિદેવના શાસનકાળમાં મધ્યપ્રદેશના વિલાસપુરનગરમાં લંબકંચુક શ્રાવક બલ્હણની પ્રેરણાથી સં. ૧૨૨૭ અને ૧૨૫૭ની વચ્ચે કોઈ સમયે કરી હતી. કર્તાની અન્ય કૃતિમાં બિજોલિયા પાર્શ્વનાથનો સ્તંભલેખ અને ગુણભદ્રપ્રતિષ્ઠાપાઠ પણ છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૭
૨. કર્તાના વિશેષ પરિચય માટે જુઓ જૈન સન્દેશ, શોધાંક ૮, પૃ. ૨૭૪-૭૬ અને પૃ.
૩૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org