SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૬૯ ૧૨. શાલિભદ્રચરિત્ર વિનયસાગર (સં. ૧૬૨૩) ૧૩. '' પ્રભાચન્દ્ર ૧૪. ” (પ્રાકૃત) અજ્ઞાત ૧૫. ” (પ્રાકૃત) ૧૬. ધન્યવિલાસ ધર્મસિંહસૂરિ (સં. ૧૬૮૫) ૧૭. ધન્યચરિત્ર ઉદ્યોતસાગર (લગભગ સં. ૧૭૪૨) ૧૮. ” બિલ્પણ કવિ (?) - કથાનો સાર–પ્રતિષ્ઠિતનગરમાં નૈગમશેઠ અને લક્ષ્મી શેઠાણીને ધનચન્દ્રવગેરે પાંચ પુત્રો હતા. ધન્યકુમાર તેમાં પાંચમો હતો. પૂર્વભવમાં તે પિતાના મરી જવાથી નિર્ધન થઈ ગયો હતો અને વાછરડાંને ચરાવી દિવસો પસાર કરતો હતો. એક ઉત્સવના દિવસે નગરનાં બાળકોને ખીર ખાતાં જોઈ તેણે પોતાની માતા પાસે ખીર માંગી. માતાએ પાડોશીઓ પાસેથી દૂધ, સાકર, ચોખા માંગી લાવી ખીર બનાવી અને ગરમ ગરમ ખીર કાઢી બાળકને આપી તે કોઈ કામે બહારગઈ. તેવામાં એક મુનિરાજ આવ્યા અને બાળકે પ્રસન્ન મનથી આહારદાનમાં ખીર આપી દીધી. માતા પાછી આવી પણ બાળકે માતાને કંઈ ન કહ્યું. માતા સમજી કે બાળકે ખીર ખાઈ લીધી છે અને તેને બીજી જોઈએ છે એટલે માતાએ તેને બીજી ખીર આપી, બાળકને ખાઈને સૂઈ ગયો. તેથી તેનાં કેટલાંય વાછરડાં પાછાં ન આવ્યાં. ઊઠીને તે તેમને શોધવા નીકળ્યો. રસ્તામાં તેને એક મુનિ મળ્યા. તેમની પાસેથી તેણે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. રાત્રે વાછરડાંની શોધ કરતો હતો ત્યારે એક સિંહે તેને મારી નાખ્યો. મુનિદાનના પ્રભાવે તે ધન્યકુમાર થયો અને થોડા જ સમયમાં તે સકલ કલાઓમાં પારંગત બની ગયો. તેના મોટા ભાઈઓ તેની ઈર્ષા કરતા હતા. તેણે જીવનની શરૂઆત કરતાં જ અનેક આશ્ચર્યજનક કામો કરી બતાવ્યાં. તેણે પાડાઓ સાથે લડીને હજાર દીનાર મેળવી, મૃતક પશુ ખરીદી તેમાંથી કીમતી રત્નો મેળવ્યાં, વગેરે. ભાઈઓમાં વધતી ઈર્ષાને કારણે તે ઘર છોડી ગયો અને બુદ્ધિવૈભવથી અનેક ચમત્કારોનું પ્રદર્શન કરી તેણે રાજગૃહમાં અનેક કન્યાઓ સાથે તથા ગોભદ્ર શેઠની પુત્રી (શાલિભદ્રનીબેન) સાથે લગ્નો કર્યા અને સુખે જીવવા લાગ્યો. આ બાજુ માતાપિતા તથા ભાઈઓની હાલત ખરાબ ને ખરાબ થતી ગઈ, તેમને આજીવિકા માટે મજૂરી કરવી પડતી હતી. તેણે તેમને મદદ કરી અને બહુ જખ્યાતિ અને પ્રતિષ્ઠા તેને મળી. શાલિભદ્ર પૂર્વભવમાં ગરીબ વિધવાના પુત્ર હતા. તેમનું નામ સંગમક ગોવાળ હતું. તે ગાયબળદ ચરાવતો હતો. ચરાવતી વખતે સામાયિકમાં તેને ખૂબ આનંદ થતો હતો. એક ઉત્સવના દિવસે બધાં ઘરોમાં મિષ્ટાન્ન તૈયાર થતું જોઈ તેણે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy