SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય સંશોધન જિનેશ્વરસૂરિ તથા અન્ય સાહિત્યિક વિદ્વાનોએ કર્યું હતું. દિગંબર સાહિત્યમાં ઉક્ત ચાર પ્રત્યેકબુદ્ધોમાંથી કેવળ એક કરકંડુના ચિરત્ર ઉપર કેટલીક રચનાઓ કરવામાં આવી છે પરંતુ તેમાં કરકંડુને પ્રત્યેકબુદ્ધ કહ્યા નથી અને તેમના ચરિત્રને ચમત્કારી તથા કૌતૂહલવર્ધક ઘટનાઓથી ભરી દેવામાં આવ્યું છે. આ ચિરત ઉપર એક પ્રાચીન કૃતિ અપભ્રંશમાં ‘કરકંડુચરઉ’ ઉપલબ્ધ છે, તેની રચના કનકામર મુનિએ અગીઆ૨મી સદીના મધ્યભાગમાં કરી છે. તેનું અનુસ૨ણ ક૨ીને પછી ઉત્તરકાળમાં આ કથાનું સંક્ષેપ રૂપ શ્રીચન્દ્રકૃત કથાકોષમાં, રામચન્દ્ર મુમુક્ષુકૃત પુણ્યાશ્રવકથાકોષમાં અને નેમિદત્તકૃત આરાધનાકથાકોષમાં આપવામાં આવ્યું છે. સ્વતન્ત્ર કાવ્ય રૂપમાં રચાયેલાં રઈ, જિનેન્દ્રભૂષણ ભટ્ટારક અને શ્રીદત્તપંડિતકૃત કરકંડુરિતોનો પણ ઉલ્લેખ ભંડારોની સૂચીઓમાં મળે છે. શુભચન્દ્ર ભટ્ટારકકૃત સંસ્કૃતમાં ૧૫ સર્ગોવાળું કાવ્ય પણ ઉપલબ્ધ છે. અપભ્રંશના મર્મજ્ઞ ડૉ. હીરાલાલ જૈને કરકંડુચરિઉની ભૂમિકામાં ઉક્ત કથાનકની પૂર્વકથાઓ સાથે તુલના આપી છે તથા તેનાં વિવિધ તત્ત્વોની ખોજ કરી છે તથા અવાન્તરકથાઓના અધ્યયનની સાથે સાથે પરવર્તી સાહિત્ય રયણસેહરીકહા (જિનહર્ષગણિકૃત) અને હિન્દી કાવ્ય પદ્માવત (મલિક મુહમ્મદ જાયસીકૃત) ઉપ૨ ઉક્ત કથાનકનો પ્રભાવ દર્શાવ્યો છે. અહીં ઉક્તવિષયક સંસ્કૃત ઉપલબ્ધ કૃતિઓનો પરિચય નીચે આપ્યો છે. ૧. કરકંડુચરિત આમાં ૧૫ સર્ગ છે. તેમાં કકંડુની દક્ષિણ દેશમાં વિજયયાત્રા, તેરાપુરમાં જૈન ગુફાઓનું નિર્માણ, તેની રાણીનું અપહરણ, પછી સિંહલયાત્રા, પાછા ફરતાં વિદ્યાધરો દ્વારા કરકંડુનું અપહરણ અને વિદ્યાધર કન્યાઓ સાથે તેના લગ્ન, વગેરે ઘટનાઓનું રોમાંચક રીતે આલેખન છે. જો કે આ કાવ્યના રચયિતાએ તેને એક સ્વતંત્ર કૃતિના રૂપે રચવાનો દાવો કર્યો છે છતાં કૃતિને મેળવવાથી એ સિદ્ધ થાય છે કે તે કનકામર મુનિએ રચેલા ‘કરકંડુર’નો અનુવાદમાત્ર છે. મૂલકથાની સાથે સાથે બધી જ અવાન્તરકથાઓ પણ તેમાંથી જેમની તેમ ઉપાડી લીધી છે. – ૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૩૨. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૩. ભારતીય જ્ઞાનપીઠ વારાણસી, ૧૯૬૪, ભૂમિકા, પૃ. ૧૩-૩૦ ૪. કરકણ્ડુચરિઉ, પ્રસ્તાવના, પૃ. ૨૯ Jain Education International ૧૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy