SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જૈન કાવ્યસાહિત્ય સૈનિક પણ એક એક મંજરી તોડે છે. પરિણામે આંખ નું વૃક્ષ ટૂંઠું થઈ ગયું. સુંદર વૃક્ષની થોડા જ વખતમાં આવી દુર્દશા થયેલી જોઈ નગ્નતિ સંસારથી વિરક્ત થઈ ગયા અને તેમણે દીક્ષા અંગીકાર કરી. ચારે પ્રત્યેકબુદ્ધ મુનિવિહાર કરતાં કરતાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુર નગરમાં આવે છે અને એક યક્ષમન્દિરમાં એકબીજાને મળે છે. અહીં કરકંડ પોતાના કાન ખંજવાળે છે. તે જોઈ દ્વિમુખ કહે છે, “તમે રાજય વગેરે બધું ત્યાગી દીધું તો પછી આ કંડૂને સાથે લઈ કેમ ફરો છો?” સાંભળી નમિ દ્વિમુખને કહે છે, “તમે પણ રાજ્ય ત્યાગી મુનિ બન્યા છો એટલે હવે તમારે પણ બીજાના દોષો જોવા ઉચિત નથી.” આ સાંભળી નમ્નતિ નમિને કહે છે, “બધું છોડી મોક્ષમાર્ગ ગ્રહણ કરનારે પરનિંદા ન કરવી જોઈએ.” આ સાંભળી કરકંડુ કહે છે, “દુષ્ટબુદ્ધિથી કરવામાં આવેલું પરદોષકથન જ નિંદા છે, હિતબુદ્ધિથી કરવામાં આવેલું પરદોષકથન અનુચિતનહિ પણ ઉચિત છે. નમિ, દ્વિમુખઅને નગ્ગતિએ જે કંઈ કહ્યું તે અહિતનિવારણ માટે જ હતું માટે તે દોષ નથી.”કરકંડુ વગેરે પછી તપ કરી, મરીને પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ટ્યુત થઈ મનુષ્યભવ પામ્યા. મનુષ્યભવમાં તપસાધના કરી મોક્ષે ગયા. કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતમાં આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે કાવ્યરચનાર જિનરત્નસૂરિ અને લક્ષ્મીતિલકગણિ એ બે વ્યક્તિઓ છે. તે સુધર્માગચ્છમાં થયા હતા. તેમના પહેલાં આ ગચ્છમાં ક્રમશઃ જિનચન્દ્રસૂરિ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચન્દ્રસૂરિ, જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ થયા હતા. પ્રસ્તુત બંને કર્તાઓ જિનેશ્વરસૂરિના જ શિષ્યો હતા. ખરતરગચ્છખૂહગુર્નાવલિ અનુસાર જિનેશ્વરસૂરિએ પોષ સુદ ૧૧ સંવત ૧૨૮૮ના દિને જાવાલિપુર (જાલોર - રાજસ્થાન)માં લક્ષ્મીતિલકને દીક્ષા આપી હતી. સં. ૧૩૧૨ની વૈશાખી પૂનમના દિવસે લક્ષ્મીતિલકને વાચનાચાર્યનું પદ અને સં. ૧૩૧૭ના માઘ સુદ ૧૨ના દિને ઉપાધ્યાયની ઉપાધિ મળી હતી. જિનરત્નસૂરિનું પહેલાનું નામ જિનવર્ધનગણિ હતું. તેમને સં. ૧૨૮૩ની માઘવદ ૬ના દિને વાડ્મટમેરુ (બાડમેર)માં જિનેશ્વરસૂરિ દ્વારા દીક્ષા મળી હતી. સં. ૧૩૦૪ વૈશાખ સુદ ચૌદસના દિને તેમને આચાર્ય પદ મળ્યું હતું. આ અવસર ઉપર જ જિનેશ્વરસૂરિએ તેમનું નામ જિનરત્નસૂરિ રાખ્યું. આ કૃતિની રચનામાં પાલનપુર નિવાસી જગધરના પુત્રભુવનપાલ અને પદ્માકના પુત્ર સાઢલે પ્રેરણા આપી હતી. આ કાવ્યની રચના સં. ૧૩૧૧માં થઈ હતી અને તેનું ૧. ખરતરગચ્છખૂહગુર્નાવલિ, પૃ. ૪૯-૫૧ ૨. પ્રત્યેકબુદ્ધચરિત્ર, પ્રશસ્તિ, શ્લોક ૨૮-૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy