SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગક મહાકાવ્ય ૧૨૫ પાર્શ્વનાથચરિત નામની કેટલીય અન્ય કવિઓની રચનાઓ મળે છે. તેમાં ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદી) કૃત કાવ્યમાં ૨૩ સર્ગ છે.' તેની ભાષા સીધી, સરળ અને અલંકારમયી છે. તેમાં કમઠનું નામ વાયુભૂતિ આપ્યું છે. સં. ૧૬૧૫, અગહન સુદી ૧૪ના દિને નાગૌરી તપાગચ્છના વિદ્વાન ઉપાધ્યાય પદ્મસુંદરે પણ સાત સર્ગોવાળા પાર્શ્વનાથકાવ્યની રચના કરી છે. તે આનન્દમેરુના પ્રશિષ્ય અને પામેરુના શિષ્ય હતા. આનન્દમેરુ અને પાસુન્દર અકબર બાદશાહ દ્વારા સમ્માનિત હતા. પદ્મસુન્દરનું આ પાર્શ્વનાથચરિત મહાકાવ્ય અમદાવાદથી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે પ્રકાશિત કર્યું છે. સં. ૧૬૩૨માં તપાગચ્છીય કમલવિજયના શિષ્ય હેમવિજયે ગ્રન્થાગ્ર ૩૧૬૦ પ્રમાણવાળા પાર્શ્વનાથચરિત્રની રચના કરી હતી. કૃતિના અન્તરંગ અવલોકનથી જાણવા મળે છે કે તે હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમાં આપવામાં આવેલા પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ માત્ર છે. સં. ૧૬૪૦ કારતક સુ. પના દિવસે ભટ્ટારક વાદિચન્દ્ર ૧૫૦૦ શ્લોકપ્રમાણ પાર્શ્વપુરાણની રચના વાલ્મીકિનગરમાં કરી હતી. તેમણે પવનદૂત, પાર્શ્વપુરાણ વગેરે કેટલીય રચનાઓ કરી છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક પ્રભાચન્દ્ર હતું અને દાદાગુરુનું નામ જ્ઞાનભૂષણ હતું. સં. ૧૬૫૪માં તપાગચ્છના હેમસોમના પ્રશિષ્ય અને સંઘવીરના શિષ્ય ઉદયવીરગણિએ ૫૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ ધરાવતા પાર્શ્વનાથચરિતની રચના કરી હતી, તે સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં આઠ વિભાગો છે. તે જ સંવત ૧૬૫૪માં વૈશાખ સુદ સાતમ ને ગુરુવારના દિને દેવગિરિ (દોલતાબાદ)ના પાર્શ્વનાથ મંદિરમાં ભટ્ટારક શ્રીભૂષણના શિષ્ય ચન્દ્રકીર્તિએ પણ પાર્શ્વનાથપુરાણની રચના કરી. તેમાં ૧૫ સર્ગ છે. તેનું પ્રમાણ ૨૭૧૦ ગ્રન્થાઝ છે. છેલ્લા તીર્થંકર મહાવીર ઉપર પ્રાકૃત-અપભ્રંશ અને દેશી ભાષાઓમાં જેટલી કૃતિઓ મળે છે તેની અપેક્ષાએ સંસ્કૃતમાં સ્વતંત્ર રચનાઓ ગણીગાંઠી છે. તેમાંથી ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૬; રાજસ્થાન કે જૈન સત્ત, પૃ. ૧૧. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૪; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૫-૩૯૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૪૫; પ્રકાશિત – ચુન્નીલાલ ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૨ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૪૬; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૫ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૪૫; પ્રકાશિત – જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૭૦. ૬. જિનરત્નકોશ, પૃ. ૨૪૬-૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૦; તેની હસ્તલિખિત પ્રતિ ઔલક પન્નાલાલ સરસ્વતી ભવન, મુંબઈમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy