SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાવ્યસાહિત્ય પ્રયોગ સાથે માલિની, ઉપેન્દ્રવજ્રા, ઈન્દ્રવજ્રા અને શિખરિણી છંદોનો પ્રયોગ થયો છે. કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. ક્લિષ્ટ શબ્દોનો અને સમાસાન્ત પદાવલીનો પ્રયોગ ઓછો થયો છે. ભાષા પ્રસંગાનુકૂળ અને ભાવાનુરૂપ છે. લોકોક્તિઓ અને સૂક્તિઓનો પ્રયોગ પણ અહીં-તહીં મળે છે. તેનાથી ભાષા મધુર અને જીવન્ત બની ગઈ છે. ૧૨૪ કૃતિનું પરિમાણ અનુષ્ટુના માપથી ૬૦૭૪ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યની કથા માણિક્યચન્દ્રસૂરિ, સર્વાનન્દસૂરિ આદિનાં પાર્શ્વનાથચરતો સાથે મળતી છે પરંતુ અવાન્તર કથાઓની યોજના અને કથાવસ્તુના સર્ગોમાં વિભાજનની દૃષ્ટિએ આ કાવ્ય બીજાં પાર્શ્વનાથચરિતોથી ભિન્ન છે. આ કાવ્યમાં કથાવસ્તુનું વિભાજન આઠ સર્ગોમાં કરવામાં આવ્યું છે. પહેલા સર્ગમાં પાર્શ્વનાથના પહેલા, બીજા અને ત્રીજા ભવનું, બીજા સર્ગમાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજા સર્ગમાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથા સર્ગમાં આઠમા અને નવમા ભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમા સર્ગમાં પાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, જન્માભિષેક, કૌમાર તથા વિજયયાત્રાનાં વર્ણનો છે. છઠ્ઠા સર્ગમાં તેમનાં વિવાહ, દીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ અને દેશનાનાં વર્ણન છે. સાતમા સર્ગમાં જિન-ગણધરદેશનાનું અને આઠમા સર્ગમાં પાર્શ્વનાથના વિહાર અને નિર્વાણનું વર્ણન છે. આમ આ કાવ્ય વિભાજનમાં પૂર્વ ચરિતોથી પૂર્ણરૂપથી ભિન્ન છે. અનેક અવાન્તર કથાઓને દાખલ કરવાને કારણે કાવ્યનું કથાનક શિથિલ બની ગયું છે. કવિપરિચય અને રચનાકાળ • આ કાવ્યના અંતે કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે આચાર્ય કાલિકના અન્વયમાં સંડિલ્લ નામના ગચ્છમાં ચન્દ્રકુલમાં એક ભાવદેવસૂરિ નામના વિદ્વાન થયા હતા. તેમની પરંપરામાં ક્રમશઃ વિજયસિંહસૂરિ, વીરસૂરિ અને જિનદેવસૂરિ થયા. જિનદેવસૂરિ પછી પૂર્વાંગત નામક્રમથી (ભાવદેવ, વિજયસિંહ, વીર તથા જિનદેવ) શિષ્યપરંપરા ચાલતી રહી જેમાંથી એક જિનદેવસૂરિના શિષ્ય ભાવદેવસૂરિ થયા, આ ભાવદેવસૂરિ આ પાર્શ્વનાથચરિતના કર્તા છે. તેમણે આ કૃતિની રચના સં. ૧૪૧૨માં પાટણનગરમાં કરી હતી. ૧. ગ્રન્થ: સર્વાશ્રમનેન પ્રત્યે વસંથા। વતુ: સતત્યુપેતાનિ ષટ્સહસ્રાયનુઠ્ઠમામ્ । પ્રશસ્તિ, શ્લોક ૩૦ २. तेषां विनेय विनयी बहु भावदेवसृरिः प्रसन्नजिनदेवगुरुप्रसादात् । श्रीपत्तनाख्यनगरे रविविश्ववर्षे (१४१२) पार्श्वप्रभोश्चरितरत्नमिदं ततान ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy